________________
કેટલા?
આટલી મદદ કરીએ તોય તમને અમે દેખાતા નથી! અમે શું તમારા માટે જ કમાવીએ છીએ? અમારા દિકરા-દિકરીઓ માટે કાંઈ રાખવાનું જ નહિ ને? અરે શેઠ! એવું કયાં આપને કહ્યું છું. પુણ્ય તમને યારી આપી ભલે ઈશ્વર તમારા ભંડાર ભરપુર રાખે. પણ શેઠ મારા પર કાંઈક દયા કરો... બીજીવાર તમારી પાસે નહિં આવું શેઠ! મોતને વ્હાલું કરીશ આટલું બોલતા તો રામજી ચોધાર આંસુએ રડી પડ્યો. લે... લઈજા... કહીને લક્ષ્મીચંદ શેઠે તિરસ્કારપૂર્વક પૈસા આપ્યા. રામજી આભાર માનતા બોલ્યો, શેઠ! અરિહંતની કૃપા સદા આપ પર વરસી રહો. તમારી ભલાઈ નહિ ભૂલું...'
પ્રસંગ - ૩ અલ્પા ચાલને! ત્રણ વરસ થયા પિતાજીનું મોટું નથી જોયું આજે જઈને ક્ષમા માંગી આવીએ!
તમને જવું હોય તો જાઓ. હું નથી આવવાની. ત્રણ વરસ પહેલાનો એ દિવસ યાદ છે ને? મિલ્કતના ભાગ વખતે થયેલો પક્ષપાત યાદ છે ને? માત્ર તમોએ રજૂઆત કરી ત્યાં પિતાજી કેવા ગુસ્સે થઈ ગયા હતા. તમને જ સંભળાવ્યું હતું ને, “નીકળ ઘરથી બહાર..” અને આ સાંભળી આપણે બન્ને નીકળી ગયા તે યાદ છે ને?
હા અલ્પા યાદ છે! પણ હવે મને મારી ભૂલ સમજાય છે. સંપત્તિ પિતાજીની હતી. મારો કોઈ અધિકાર ન હતો છતાં ઉપકારીની સામે બોલ્યો... નાહક ગુસ્સો કર્યો... પરિવારના સંપમાં ધરતીકંપ કર્યો... પિતાજીએ જે આપ્યું હતું તે મારા માટે ઘણું હતું. મારી દષ્ટિમાં ઝેર ફેલાયું...ના...ના આપણે ક્ષમા માંગી આવીએ... માફ કરી દેશે...
ના..ના.. આવા લાગણીવેડા કરવાની જરૂર નથી. છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર થોડા થાય. પિતાજીને આ ઘરમાંથી નીકળી જા એમ બોલવાની શી જરૂરત હતી! ત્રણ વરસથી કોઈ પૂછવા આવ્યું છે? તમો જીવો છો કે મરો છો?
અરે અલ્પા! મેં પણ કયાં એમની પૃચ્છા કરી છે?
સુનીલ! સો વાતની એક વાત! આપણે જવું નથી. ભૂલ એમની હતી આપણી નહિ....
વાસા = = =
= = દાદા કામકાજામા sessis ofમાં નયણનાંeniVisa 99 FiiiiiiiiiiiiiiiiiiiiYigitals