________________
| સૂત્ર વાંચન
* ઋણમુક્તિ વિના પાપમુક્તિ શક્ય નથી.
કષાયોને બાળી નાખજો પણ ઇન્દ્રિયોને વાળજો . આપણા પર તીવ્રકક્ષાના રાગ દ્વેષના હુમલા નથી આવતા તે અરિહંતની કૃપાનું પરિણામ છે. આસક્તિ ઓછી કરવાની પ્રથમ ભૂમિકા છે કે દ્રવ્યનો ત્યાગ કરતા જાઓ. બધી જ વાતો ગુરુને પૂછીને કરવાથી ગુરુનો અહં નથી પોષાતો પણ આપણી સ્વછંદતા તૂટ્યા વિના રહેતી નથી. પ્રવૃત્તિના ત્યાગથી સંયમ મળે અને વૃત્તિના ત્યાગથી સંયમના પરિણામ મળે. સાધના માટે યથાશક્તિ શબ્દ છે પણ સમર્પણ માટે યથાશક્તિ નથી. વિષયદુષ્ટ અને કષાયદુષ્ટ બન્નેને જલ્દી દક્ષા ન આપવી. સૂત્રો સાંભળવા જેમ શરત છે તેમ ભણવા આઠ ચીજો જરૂરી છે. આલોચના/વિનય/ક્ષેત્ર/દિશા/કાળ નક્ષત્ર, ગુણસંપદા - અભિવ્યવહાર. વિશેષ આવશ્યક ભાષ્યમાં જણાવે છે કે આલોચના સ્વમુખે લેવી જોઇએ. દોષોનું પ્રકાશન મુખથી કરવાથી આપણા પશ્ચાતાપના
પરિણામનો ગુરુને ખ્યાલ આવે છે. * આલોચના એ અરિહંતનું શ્રેષ્ઠ કોટિનું અનુષ્ઠાન છે.
જાતિવંત | કુળવંત આત્માઓ આલોચના સ્વીકારે. * આલોચનાથી પશ્ચાતાપ ગુણ મજબૂત થાય, અહં તૂટે, કાળજું
કોમળ બને, દેવ-ગુરૂના હૃદયમાં સ્થાન મળે.
કરાયણાયામ કાકાસણાયામ... lwાણા કાલાસાકાકારા બધાના દાણા