________________
બન્ને અઘરા જ છે. જે પહેલા ગૂંચવી દીધું છે તેને ઉકેલો. ભવિષ્યમાં ઉકેલવામાં ભવ નીકળી ન જાય એનો પૂરો ખ્યાલ રાખો. પચ્ચખ્ખાણથી પાપકર્મનો બંધ તૂટે છે. અશુભ કર્મોના બંધથી આત્માને બચાવે છે. અનુબંધ તોડો અને પાપકર્મ તોડો.
પાપના ઉદયકાળમાં પાપની વૃત્તિઓ વધારે જાગે. દુઃખના ઉદયકાળમાં ધર્મની બુદ્ધિ જાગવી જોઇએ. સિદ્ધિત૫ ૪૪મા દિવસે પારણું
માસક્ષમણમાં ૩૦ દિવસ પછી પારણું
ઓળીમાં ૯ દિવસ પછી પારણું
ભગવાનનું શાસન કહે છે કે ‘ઇચ્છા નિરોધનું તપ ક૨ જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી પારણું કરવાનું નથી. કોઇએ તમને ગાળ દીધી તમને સામે ગાળ દેવાનું મન થાય પણ તરત અટકી જાઓ એ પણ તપ છે. જીવનમાં ડગલે પગલે ઇચ્છા નિરોધ તપ કરો. ક્યાંય પણ અનિષ્ટ ઇચ્છાને મારતા રહો. ઇચ્છાઓ પેદા થાય પણ સફળ થવા દેવી નથી.
એક માણસ જંગલમાં ફરતો હતો. કોઇએ એને કહ્યું અહીં એક કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષને શોધતા ગરમીથી માથું તપી ગયું. જે ઝાડ નીચે બેઠો. ઝાડ બદલતો જાય... વિચાર કરતો જાય. એક વૃક્ષ હકિકતમાં કલ્પવૃક્ષ હતું. બેઠો. વિચાર્યું પાણીની તરસ લાગી છે. પાછળ જોયું તો પાણી દેખાયું પી લીધું. પછી વિચાર્યું કે ખાવા મીઠાઇ મળે તો સારું. તરત મીઠાઇ દેખાણી. ખાઇ લીધી. પછી વિચાર્યું હવે એક ખાટલો સરસ સૂવા મળે તો સારું. તરત ખાટલો આવ્યો. સૂતા વિચારે છે આ જંગલમાં એકલો છું. વાઘ આવે તો મરી જાઉં ? તરત જ વાધ આવ્યો. ઇચ્છાઓનો નિરોધ ન કર્યો ગયો કામથી? સંસારમાં તમને કોઇએ નથી માર્યા પણ તમારી ઇચ્છાઓએ જ તમને માર્યા છે. ઇચ્છા કરવી નથી પડતી થઇ જાય છે. હરિભદ્ર સૂ. કહે છે હે કલ્પવૃક્ષ સમાન મળેલું માનવજીવન ગલત ઇચ્છાઓથી મલિન બનાવ્યું છે. રાત્રિભોજન ચાર મહિના માટે છોડો છો. આરાધનાના દિવસો સારા લાગ્યા છે માટે છોડો કે રાત્રિ ભોજન ખરાબ લાગ્યું છે માટે છોડો છો? પર્યુષણમાં હોટેલમાં કેમ જતા નથી. હોટેલ ખરાબ છે માટે કે પર્યુષણના દિવસો સારા છે માટે
સાચ્યા
| KIRTH RIPTRIALIST
AB Y ma||T
m*****14 ફ્રાન્સ ||||||N
૬૮ ##
(1
E-18T13