________________
સૂર્યોદયથી એણે દોડવાનું ચાલુ કર્યું, એક ગામ વટાવ્યું, એક શહેર વટાવ્યું. દશ વાગ્યા, એને થયું હવે પાછો વળું, આટલી વિશાળ જમીનનો હું માલિક બની જઇશ. પણ મનમાં થયું થોડુંક આગળ જઉં, એ બીજા શહેરને વટાવી ગયો, પચી થયું, હજુ તો ઘણો સમય છે, આગળનું શહેર ખૂબ માલદાર છે એનો માલિક બની જાઉં. એ શહેરને વટાવી ગયો. હવે પાછો વળું, પણ ત્યાંજ થયું હજુ થોડુંક આગળનું ગામ ખૂબ સુખી છે. કથા એમ કહે છે - પછી એ માણસે પાછા વળવાની શરૂઆત કરી, એણે જોયું સૂર્યાસ્ત થઇ જશે તો? ખૂબ દોડ્યો, ખૂબ દોડ્યો..
કથા કહે છે! રાજા નગરજનો બધા જ ઊભા છે ને એ દોડતો હાંફતો જ્યારે મૂળ જગ્યા પર આવ્યો ને સૂર્યાસ્તની તૈયાર થતાં એ છલાંગ મારી સૂઇને નિશાનીને અડ્યો, ને સૂર્યાસ્ત થયો... હજારો ખેતરોનો ગામડાનો એ માલિક બની ગયો, પણ અફસોસ, એ સુતો તે સુતો જ રહ્યો, ખૂબ મેળવવાની લ્હાયમાં એણે પ્રાણ ખોઇ નાખ્યા, કાશ! થોડોક સંતોષ કર્યો હોત તો?.. ઇચ્છાને થોડીક ઓછી કરી હોત તો?.. ઇચ્છા ન જ કરી હોત તો?....
ગઇકાલના નરસિંહ મહેતાને નજરમાં લાવીયે ને, વિચારીયે મહેતા કેવી મોજમાં હતા ને થોડુક આજ તરફ ફરીયે, હર્ષદ મહેતા જેવા બોજમાં હતા, આ મોજ અને બોજમાં ખોજ કરીયે તો ઇચ્છાનો જ ફાળો મળશે.
આવો! ઇચ્છાને શાંત કરીયે. સંત તો બનાય ત્યારે બનશે, પણ શાંતિ તો મળશે જ, ઇચ્છાને શાંત કરવાથી, બાકી સંતને ય શાંતિ તો જ મળે કે એ ઇચ્છાને શાંત કરે.
ઇચ્છાની ભભૂત બનાવે, તે જ સાચા અવધૂત બને, બાકી ઇચ્છા તો ભૂત બનાવે.”
ઇચ્છાને તજે, આશાને તજે, તે જ અવધૂત... કેટલું સરસ લખ્યું છે આનંદે....
“અત્તરના એકેક બુંદમાં ફૂલડાં શહીદ થયેલા જોયા, નાનકડા એકેક બીજમાં વડલા કેક સૂતેલા જોયા, નેહ નીતરતી નાની આંખે સુંદરતાના મેળા જોયા, કટુ વેણની એક જ ઠેસે દીલના કાચ તૂટેલા જોયા,
RELEBRITIES gain airtesia Yaai maintai
E
REA
E
KI
જYપણ ૪૬
R
[tara Yes
સાદ
E
INSTIES inશYકારણ