________________
જ્ઞાન સાધ્ય છે, અર્થાત્ જે શ્રદ્ધાપૂર્વક જિનદર્શનાદિ ક્રિયા કરતો હોય તેનામાં દર્શન-જ્ઞાન છે આવું મંતવ્ય ક્રિયાનયનું છે.
હવે જ્ઞાનનયનું મંતવ્ય જોઇએ. શુદ્ધજ્ઞાનનય (જ્ઞાનઅદ્વૈતનય)ને અભિપ્રાય મુજબ આત્માચરણથી, એટલે કે નિજ શુદ્ધસ્વભાવમાં રમણતાથી, જ્ઞાન, દર્શન અને ચારિત્ર સાધ્ય છેઃસિદ્ધ થાય છે. નિજશુદ્ધસ્વભાવમાં રમણતા વિના ન તો જ્ઞાન સિદ્ધ થાય, ન તો દર્શન સિદ્ધ થાય અને ન તો ચારિત્ર સિદ્ધ થાય, અર્થાત્ જે નિજશુદ્ધસ્વભાવમાં રમણતા કરતો હોય તેનામાં જ ચારિત્ર-જ્ઞાન-દર્શન છે. ચારિત્રની આવશ્યકાદિ ક્રિયાઓ કરવા છતાં જે નિજશુદ્ધ સ્વભાવમાં રમણતા કરતો નથી તેનામાં ચારિત્ર તો નથી, પરંત દર્શન-જ્ઞાન પણ નથી.
પ્રશ્ન-પરમાર્થથી નિજશુદ્ધસ્વભાવમાં રમણતા રૂપ ચારિત્ર છે. આથી શુદ્ધજ્ઞાનનયની દષ્ટિએ નિજશુદ્ધસ્વભાવમાં રમણતા વિના ચારિત્ર ભલે સાધ્ય ન બને, પણ જ્ઞાન-દર્શન સાધ્ય કેમ ન બને? દર્શનમોહ કર્મના ક્ષયોપશમાદિથી દર્શન સાધ્ય બને છે. જ્યાં દર્શન હોય ત્યાં જ્ઞાન હોય જ. આથી ચતુર્થાદિ ગુણસ્થાને રહેલા જીવોમાં ચારિત્ર નથી, છતાં દર્શન-જ્ઞાન છે.
ઉત્તર-પહેલાં તમે અમારો (શુદ્ધ જ્ઞાનનયનો) સિદ્ધાંત સમજી લો. પછી તુરત તમારા પ્રશ્નનું સમાધાન થઈ જશે. જે જ્ઞાન-દર્શન પોતાનું કાર્ય કરે તેને જ અમે પરમાર્થથી જ્ઞાન-દર્શન કહીએ છીએ. જેમ કે સિગારેટ પીવાથી શરીરને નુકશાન થાય છે એવું જ્ઞાન થયું, રુચિ (સિગારેટને છોડી દેવાની ભાવના) પણ થઇ, છતાં જો તે સિગારેટને છોડે નહિ તો એ જ્ઞાન અને રુચિ શા કામનાં? જે વસ્તુ પોતાનું કાર્ય ન કરે-ફળ ન આપે તે વસ્તુ શા કામની? એટલે અમે અહીં આવાં જ્ઞાન-રુચિને માનતા જ નથી. હા, જો એ ખરેખર સિગારેટ પીવાનું છોડી દે તો અમે એનાં જ્ઞાન-રુચિને માનીએ. પ્રસ્તુતમાં જ્ઞાન-શ્રદ્ધાનું ફળ કાર્ય નિજશુદ્ધસ્વભાવમાં રમાતા રૂપ ચારિત્ર છે. આથી જ્યાં સુધી નિજશુદ્ધસ્વભાવમાં રમણતા ન આવે ત્યાં સુધી અમે દર્શનજ્ઞાન માનતા જ નથી. આ જ હકીકત પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ હવે પછીના બે શ્લોકોથી સ્પષ્ટ કરે છે.
यतः प्रवृत्तिर्न मणौ, लभ्यते वा न तत्फलम् । अतात्त्विकी मणिज्ञप्ति-मर्णिश्रद्धा च सा यथा ।।४।।
શાકાકાના
E
I
RIERRY BIENIBE મા
૫૦
આ જો aid
R
its: