________________
જે જ્ઞાનને સમજીએ અને આચરણમાં ન લાવીએ તે જ્ઞાન જ્ઞાન નથી, દર્શન-દર્શન નથી, આચરણ થતું નથી કે કરવું જ નથી? સવાર સાંજ ભલે વિગઈ વાપરો પણ બપોરના આયંબિલનું વાપરો લાખો આત્માઓ ઓળી કરે તેની અનુમોદના થઇ જાય. મન કરે એટલું કરવું નહિંતર કાંઇ નહીં? બપોરના વિગઇ પરનો કંટ્રોલ અશક્ય છે? એક યુવક શિબિરમાં મહાત્માએ પ્રેરણા કરી. આયંબિલ ન થાય તો કંઇ નહીં પણ બજારમાં જતાં પહેલા આયંબિલ ખાતામાં જઈ એ તપસ્વીઓના દર્શન કરી પછી આગળ વધજો. બીજે દિવસે છોકરાઓની આયંબિલ ખાતામાં લાઇન લાગી. આયંબિલ કરનારા છક્ક થઇ ગયા. રોજ જતા થયા. કોઇ બેને વસ્તુ માંગી લાવીને પીરસી રોજ આ યુવાનેને જોઈ કોઇએ કહ્યું તમો બધા કેમ આયંબિલ નથી કરતા? એટલે રજાના દિવસે બધાએ આરંબિલ કર્યું. આનું પરિણામ એ આવ્યું કે એ યુવાનોમાંથી ૮૦ જણાએ વર્ધમાન તપનો પાયો નાખ્યો. કોઇ પણ પાપ કે ધર્મ એકલા નથી આવતા. સહપરિવાર આવે છે. એનું રાત્રિ ભોજન છોડવાથી રાતના હોટલમાં જવાનું, રખડવાનું, રાતના મિત્રો સાથે ફરવાનું વગેરે ઘણા પાપો છૂટી જાય છે. જીવનમાં પાપોને પ્રવેશ આપીએ તો ઢગલાબંધ પાપો આવી જાય છે. એક ભાઇ કહે સાહેબ! મને લાગે છે કે મારો મોક્ષ હવે ખૂબ નજીકમાં છે. શી રીતે લાગે છે? સાહેબ પરમાત્માની પૂજા ચાલુ કરી બીજે જ મહિને ધંધામાં ૧૪ લાખની ખોટ ગઇ. પત્નીને કેન્સર છે. દીકરો એક સ્કુલે જતો હતો. એક્સીડેન્ટ થયું ને એક પગ કપાયો. મને હાઇ બી.પી. થઇ ગયું. પણ આ બધાનો મોક્ષ સાથે શું સંબંધ? આ બધી પરમાત્માની પૂજા કર્યા પછી તકલીફો શરૂ થઇ. પણ મારો મોક્ષ નજીકમાં છે. પણ કેવી રીતે? ભગવાન પણ જ્યાં સુધી ઘરમાં હતા ત્યાં સુધી એકેય તકલીફ ન હતી. જેવા ઘરથી બહાર નીકળ્યા કે તકલીફો શરૂ થઈ. કેવળજ્ઞાન પામ્યા પછીય તકલીફો. મારુંય એવું જ છે. ચિક્કાર પુણ્ય બંધાય તો દેવલોક નક્કી ચિક્કાર કર્મ ખપે તો મોક્ષ નક્કી. બે વર્ષોમાં ચિક્કાર દુ : ખો આવ્યા. એટલે કર્મો પણ ચિક્કાર ખપ્યા તેથી મોક્ષ નક્કી એમ માનું છું. એક પણ તકલીફ વગર આયંબિલ થાય એમાં કર્મ ન ખપે, તકલીફો સાથે થાય તો કર્મ ખપે. તકલીફ દુ:ખરૂપ લાગે છે કે કર્મ ખપી રહ્યા
કાકા કામ કાજ
પ પ ા ા ા ા ા
ા Isaia Y ITI IT is hiY ji