________________
બંધન જાણો, બંધન તોડો
રાગનું બંધન અને દ્વેષનું બંધન આ બંધનો છૂટે તો પ્રભુતા મળે. કામરાગ-સ્નેહરાગ, દૃષ્ટિરાગને સમજો.
ઇચ્છાઓને શાંત કરો પછી સંત બનો.
સંતોષ એટલે ઇચ્છાનો ક્ષયોપશમ.
ઇચ્છાની ભભૂતથી અવધૂત બનાય અન્યથા ભૂતની જેમ રખડે.
મહાન ઉપકારી જીવન માર્ગના દાતા ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજા જ્ઞાનસારના ‘નિસ્પૃહતા’ અષ્ટકમાં આપણને બંધનોની સમજ આપી બંધનોથી મુક્ત બનવાની પ્રેરણા આપે છે. બંધનો બે પ્રકારના છે. રાગનું બંધન અને દ્વેષનું બંધન. જેમ સ્નેહનું બંધન તોડવું કઠિન છે તેમ દ્વેષનું બંધન તોડવું કઠિન છે. બન્ને ન છૂટે ત્યાં સુધી સંસાર ન છૂટે.
રાગ એટલે રસ, રુચિ, પ્રીતિ, સ્નેહ, પ્રેમ, વહાલ, આસક્તિ, મમત્વ, ભલી લાગણી, ઘેલછા વગેરે દ્વેષ એટલે અરુચિ, અપ્રીતિ, વહેમ, ઘૃણાનફરત, ઇર્ષ્યા, અદેખાઇ, ક્રોધ, રીસ, તોછડાઇ, અભિમાન, તિરસ્કાર, ડંખ, કિન્નાખોરી, વેર, વૈમનસ્ય વગેરે.
દ્વેષ વધુ ઘાતક છે. મા૨ક છે. પરંતુ ખરેખર તો ‘રાગ’ જ વધુ વિઘાતક છે. ખતરનાક છે. બરછટ બંધન જલ્દી છૂટે પણ સુંવાળુ બંધન ઝટ તોડવાનું
મન ન થાય.
‘રાગ'ને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. ૧. કામાગ, ૨) સ્નેહરાગ, ૩) દૃષ્ટિરાગ. વિષય વાસનાથી કોઇને ગમાડીએ, ઇચ્છીએ તે કામરાગ. લોલુપ આંખો અને ચંચળ ચિત્ત ધરાવતા લોકોમાં તે જોવા મળે. પોતામાં માનેલા લોકો અને પદાર્થો ત૨ફનો લગાવ, મમત્વ, પક્ષપાત તે સ્નેહરાગ દુનિયામાં બધે જ જોવા મળે. પોતે જે માન્ય, સમજ્યા, સ્વીકાર્યું તે જ સાચું બાકી બધું ખોટું, બધા ખોટા આવી સ્થિતિ તે દૃષ્ટિરાગ. આ હોય ત્યાં સત્યનું દર્શન ન લાધે. સત્યનો માર્ગ દેખાડનાર પ્રત્યે રાગ ન થાય. અસત્ય માર્ગ અને તેના દર્શક સાચા અને સારા લાગે.
આ ત્રણેયથી બચવાની વાત આ
3125381324182 * MIMATA AHM કા
MY
|||||| સામા
૪૦
અષ્ટકે કરી છે. જિનશાસન તો
214 GRUTI T
Yxia
----Yaar