________________
વૈરાગ્યનું શાસન છે. વૈરાગીઓનું શાસન છે. આપણને મળેલ આ શાસનનો પરમાર્થઅ એક જ. પુદ્ગલના, શરીરના તેમજ બીજા ભૌતિક પદાર્થોના રાગમાં રાચ્યા-માચ્યા નહી રહેવું. શરીરનો પૂરો ઉપયોગ મોહવૃત્તિને ખતમ કરવામાં અને વૈરાગ્યને જાગૃત કરવામાં કરી લેવાનો છે. આટલી સમજણ કેળવાશે તો દીક્ષા/ચારિત્ર-સંયમ પ્રત્યે આદર આવશે. સાત્વિક અને ત્યાગભર્યું જીવન જીવવાની દાનત જાગશે.
શાસ્ત્રોમાં એક દૃષ્ટાંત આવે છે, એક શ્રીમંત શેઠ મોટી ઉંમરે નવી કન્યા સાથે પરણ્યા. નવા પત્ની યુવાન, રૂપવાન અને વળી પ્રેમાળ પણ ઘણાં. આથી શેઠને તેમના પર અનહદ આસક્તિ બંધાઇ ગઇ.
ઉંમર ઉંમરનું કામ કરે જ. શેઠ ઘરડા થયા અને કર્મયોગે માંદા પડતાં પથારીવશ થયા. પત્નીએ પણ મન મૂકીને ચાક૨ી ક૨વા માંડી. તોતે જોઇને શેઠનો રાગ પણ વધતો જ ગયો.
શેઠ ધર્મી જીવ, તેથી તેમને ત્યાં સાધુ સાધ્વીજી પણ પધારે. સુપાત્રદાનનો લાભ હોંશે હોંશે લઇને બન્ને માણસો પોતાને ધન્ય માને. એકવાર, મંદવાડ દરમિયાન જ એક મુનિરાજ પધાર્યા. શેઠાણી શેઠની સા૨વા૨માં રોકાયેલાં, પણ મુનિરાજ પધાર્યાનો ખ્યાલ આવતાં જ તે બધુ પડતું મૂકીને દોડ્યાં. શેઠ પણ પ્રેમથી તેમને દોડતાં જતાં જોઇ રહ્યાં.
પહેલાંના મકાનોના દરવાજા નીચા અને વળી લાકડાના. એમાં ઘણીવાર ખીલા પણ જડેલા હોય, એટલે એકથી બીજા ખંડમાં જતાં નીચા નમવું જ પડે. શેઠાણી ઉતાવળમાં આ વાત વીસરી ગયા અને રસોડાના દરવાજે મારેલો ખીલો તેમના કપાળમાં ભોંકાઇ ગયો! તત્ક્ષણ બેભાન અને લોહીલુહાણ ! સ્વજનો અને નોકરો દોડી આવ્યા, ચાંપતી સારવાર આરંભાઇ. પણ આ ક્ષણોમાં પેલા શેઠની સ્થિતિ ભારે કફોડી થઇ ગઇ. પોતે ઉભા થઇ શકે તો શેઠાણીની પૂરેપૂરી કાળજી પોતે જ રાખી શકે, પણ આ પળે પોતે તેમ કરી નથી શકતા, તે કેટલું વસમું છે !' આવી વાસનામાં તે રીબાવા લાગ્યા અને શેઠાણીની ચિંતા તેમને કોરી ખાવા લાગી. આવા તણાવમાં જ તબિયતે પલટી ખાધી અને શેઠાણીનું રટણ કરતાં એ ધર્મી શેઠનું અવસાન નીપજ્યું. જ્ઞાનીઓ કહે છે કે એવા દુર્ધ્યાનમાં મરેલા તે શેઠ, પેલી શેઠાણીના કપાળે પડેલા ઘાના પાકમાં કીડા તરીકે અવતર્યા !
આસક્તિ અને દુર્ધ્યાનનો અંજામ કેવો આવે છે; મનુષ્યભવ પામવો
191CW WILS AT WWT 9
UpnismjNews:14- . Risi.#
૪૧
TET-TAARE (H)((1996-19T18|L
ICS | PICS231 MIN 18137 | HE I