________________
પરમાત્મા પ્રત્યે રાગ વધારવા જેવો છે. સંયમી પાસે શું હોય? ઇચ્છાઓને નિર્મળ બનાવવાની ભાવના જ હોય.
હીરસૂરિ મ.ની કૃપાએ ચંપા શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા. અકબરે ચંપાને પૂછયું “તમે આવા છ મહિનાના ઉપવાસ કેવી રીતે કરી શક્યા?' ચંપાએ કહ્યું : દેવગુરુ પસાય. ચંપાએ પહેલા અકબર પાસે દેવતત્વનું ત્યાર પછી ગુરુતત્વનું કેવું અદ્ભુત વર્ણન કરે છે. સાંભળી અકબર દંગ બને છે. તેને ગુરુને મળવાની લાલચ થાય છે. તમે તમારા ગુરુ તત્વનું વર્ણન કેવી રીતે કરો. અરે ક્યાં જમવા ગયા હો અને આઇટમો સરસ હોય તો સામે પાસે કેવું વર્ણન કરો કે એને થાય હું રહી ગયો ખરુને? અકબરે હીરસૂરિને પધારવાનું આમંત્રણ આપ્યું જગદ્ગુરુએ એની વિનંતીને ચોખ્ખી ના પાડી પણ જ્યારે ચંપા શ્રાવિકાને અકબરે વિનંતી કરવાનું કહ્યું ત્યારે શ્રાવિકાની વિનંતીથી પધાર્યા. રાગ કરતા વૈરાગ્યનું સુખ ઘણું છે. ના પાડવાની ખુમારી એ વૈરાગ્ય છે. હા પાડવાની લાચારી એ રાગનું લક્ષણ છે. રાગી પાસે વસ્તુપાત્ર પદાર્થની ના પડાવવી એ મુશ્કેલ જ્યારે વૈરાગી પાસે હા પડાવવી મુશ્કેલ. ના પાડવાની ખુમારી નિર્માણ કરો. અમુક સમય, અમુક સ્થળે અમુક ક્ષેત્રમાં ખુમારી કેળવો. • દા.ત. પર્યુષણમાં આઠ દિવસ ધંધાની ચર્ચા બંધ રાખવી.
કુમારપાળનો ચાર મહિનાનો અભિગ્રહ રાજમહેલ, ઉપાશ્રય, દેરાસર
છોડી ક્યાંય જવું નથી. • આજેય એવા શ્રાવકજન છે કે સાંજ પડ્યા પછી વાહનનો ઉપયોગ બંધ.
ભુજમાં એક શ્રાવક ચાર માસ ગામ બહાર જતા નથી.
રાગની ચિનગારી ભલે પ્રગટે પણ દાવાનળ ન થાય એનાથી સાવચેત રહેશો. રાગને તોડી ન શકો તો દબાવતા જાઓ. તોડવાનું કામ તકલીફવાળુ જ છે. પરિવર્તન પામતા મનને સ્થિર બનાવવાનો પ્રયત્ન એ સાધુજીવન છે. તમારા ઘરમાં કે દુકાનમાં નોકરો પૈસાના કારણે હશે તો તમને છોડી જશે પણ તમો પૈસા સાથે પ્રેમ આપતા જશો તો તમને છોડશે નહિ.
૧૬ વર્ષની સાધના :
વાચસ્પતિ મંડન મિશ્ર ગ્રંથનું સર્જન કરી રહ્યા હતા. રાતનો સમય હતો. ગ્રંથ પૂરો થવા આવ્યો હતો. દીવાની જ્યોતમાં લખી રહ્યા હતા, દીવામાં
#IETaadhkali Is a GIRIES ૩૫
કાકા કાકા
ડાદરા U V iાં
માંay aો છે ' Hisia Tussia Y Ellis