________________
ઘરે? ભગવાન ઘરમાં આવે તો આશાતના થાય એવું કોણે ક્હયું? પ્રવચનો આપતા અમે બધાએ ટી.વી.ની ભયાનકતા કહી કોઇ અટકી ગયું ? માથું દુઃખે તો દવા લેવાય પણ માથું કાપી ન નખાય? ઘરમાં માસિક ન પળાતું હોય તો પ્રયત્ન કરાય પણ ભગવાન લાવવાનું ન અટકાવાય. પરમાત્માની મૂર્તિ સિવાયનું ઘર ભિખારીનું ઘર છે. મુંબઇના સંઘોમાં પ્રવચનો ચાલ્યા એમાં આ વાત મૂકાતી.
એક ભાઇ મળવા આવ્યા. કહે દેરાસર બનાવવાનું મન થાય છે. પણ વિધિવિધાન સાચવવા પડે તે તકલીફ છે. સાચા દીકરા-દીકરીના માબાપ બને તેને હજાર પળોજણ હોય એનાં કરતા બજારમાંથી ઢીંગલાઢીંગલી ઘરમાં લાવી દો પછી કોઇ પંચાત નહીં. હૃદયમાં જેને પરમાત્માની તલપ હોય એ ભગવાન ઘરે લાવ્યા સિવાય રહે નહિ. એક છીંક આવે ને પ્રભુનું નામ લેવાવાળા છે. રાગ તોડવો પડશે, વૈરાગ્ય કેળવવો પડશે અને વીતરાગતા તરફ આગળ વધવું પડશે.
બાર મહિના સુધી જે ચીજનો ઉપયોગ ન થાય તે મને આપી દેશો નક્કીને? પૂર્વના કાળમાં રાગ જલ્દી તૂટતો હતો. આજના કાળે વૈરાગ્ય જલ્દી તૂટે છે. રાગને તોડવા ઘણા બધા ઉપાયો છે. જાપના નિદાનો છે.
ચોક્કસ સમય, ચોક્કસ સ્થળ, ચોક્કસ દિશા (ઉત્તર/પૂર્વ), ચોક્કસ માળા, મનની પ્રસન્નતા આટલું સાચવી જાપ કરો પરિણામ આવશે. ૫૨માત્માની પૂજા મધ્યાહન કાળે કરો.
ઉપરનું એક નવું વસ્ત્ર લીધું હોય અને એના મેચીંગ માટે બીજું નવું વસ્ત્ર જોઇએ આ વિચાર કરવો એ અમારા માટે પ્રાયશ્ચિત છે. રાગની પુષ્ટિ કરી છે. એક ચીજના અભિગ્રહમાં લાખો ઇચ્છાઓ ખલાસ થઇ જાય છે.
જામનગર ચાતુર્માસમાં એક બારી પાસે બેઠક રાખેલી એક ભાઇ આવીને કહે તમને આખો દિવસ આ આસને બેઠેલા જોઉં છું ક્યારેય ઊભા થઇને બહાર જોવાની ઇચ્છા નથી થતી. અમે તો ઘરમાં એક જગ્યાએ વધારે વખત બેસીએ જ નહીં આખો દિવસ ઘરમાં ભૂતની જેમ ફરતા રહીએ. એને જવાબ આપ્યો. જેને અંદ૨માં જોવાનું ઘણું છે એને બહાર જોવાનું કાંઇ રહેતુ નથી.
હા ||*||AYAL
૩૭ JHMTA ANTILLAT
GEETA
SALA
---
||