________________
તેલ ખૂટવા આવેલું. એક સ્ત્રી આવીને તેમાં તેલ પૂરવા લાગી તે વાચસ્પતિએ જોયું એને નવાઇ લાગી એને પૂછ્યું ત્યારે એ સ્ત્રીએ કહ્યું કે હું તમારી પરણેતર છું. તમારી ધર્મપત્ની છું. કોડિયામાં તૂલ પૂરવાના બલિદાન રૂપે આજે ૧૬ વર્ષે હું ધન્ય બની આજે નજર તમારી મારા પર પડી. ત્યારે ઓરડાની બહાર આવી વાચસ્પતિ કહે છે મારા સર્જનના ધન્યવાદ કરતા તારા ધન્યવાદ જબ્બર છે. પહેલા આ ગ્રંથનું નામ બીજું રાખવાનો હતો હવે એ ગ્રંથને તમારું નામ આપીશ. એક શિષ્ય એક ગુરુને પકડે તેનું જીવનભર સુધી અકલ્યાણ થતું નથી. રાગને તોડવાની ભૂમિકા લાવો. તમારા દુઃખના બે કારણો છે.
૧. જગતની ઇચ્છા પ્રમાણે ચાલો છો. ૨. તમારી ઇચ્છા મુજબ જગતને ચલાવવા જાઓ છો.
હું કોની ઇચ્છા પ્રમાણે પ્રવચન આપું છું? મારા ગુરુદેવની ભાવના સફળ બનાવી તો ૩૧ વર્ષ આ ચાલ્યું. આપણી ઇચ્છા પ્રમાણે ઘર ચલાવશો તો સંઘર્ષોની હારમાળા જ ચાલશે. • રામચંદ્રજી વનવાસ જતા હતા. જનક પાસે આશિષ લઈ લલ્મણ માતા
સુમિત્રાના આશિષ લેવા ગયા. ભાઇ-ભાભી જંગલમાં જાય છે માટે મારે જવું છે તેમની સાથે. સુમિત્રા કહે છે બેટા મારી જવાની ના નથી, મારે તને કાંઇક પૂછવું છે જવાબ આપ. ઉપકારીના મુખે બધી આજ્ઞા સાંભળી સાંભળ્યા પછી “પણ” શબ્દ ન આવવો જોઇએ. ૧. તને સીતામાં હજી ભાભીના દર્શન થાય છે? લમણ કહે છે કાંઇ સમજ્યો નહીં. ત્યારે સુમિત્રા કહે છે સાંભળ, એમની સાથે જંગલમાં જાય છે તો મારી ત્રણ વાતો યાદ રાખજે. • રામને પિતા જનકના સ્થાને માનજે. • સીતામાં સુમિત્રાને જોજે. • જંગલને અયોધ્યા માનજે. જો આમ માનીને વનવાસ જઈ રહ્યો હોય તો મારા તને આશીર્વાદ છે. રાગમાં એકને પકડશો તો રાગ તૂટતો જશે. ચોમાસામાં ચાર મહિના સાંભળેલા પ્રવચનો વિચાર પરિવર્તન માટે હોય છે. જ્યારે બાકીના આઠ મહિના સાંભળેલા પદાર્થો મુજબ આચાર પરિવર્તન કરવાનું હોય છે. એકના એક ભગવાન પાછળ પાગલ બનો. અહીં ઘર દેરાસર કેટલા
RE! RE
RIER
IN YEAR