________________
માટે અભયદાન મૂક્યું છે. અહંકારના પાપ છોડવાની ભૂમિકા છે. આલોચના અને અભિમાનમાં ફરક છે. ૩૫ ઉપવાસની આરાધના આલોચના માટે કોઈ કરે તેને અભિમાન કરવા જેવું શું છે? તમારી ખોવાયેલી ચીજ પાછી મળે તેનો આનંદ હોય અભિમાન નહીં. સાધના કરતા પૂર્વે કરેલા પુદ્ગલોની ખોવાયેલી મૂડી તમને પાછી મળે તેમાં આનંદ આવે, અભિમાન નહીં. તમે સંપત્તિનું દાન કરો છો તે પ્રાયશ્ચિત માટે નથી કરતા પણ દાન કરતા અહંકાર પેદા કરો છો.
ભવ આલોચના લેવા આવનારની ભાવના એમજ હોય “વહેલી તકે પૂરી કરીશું.” સાધના કોઇપણ હોય પણ દોષથી કલુષિત છે. સાધના કરતા પૂર્વે કરેલા પુદ્ગલોની મૂડી પાછી મળે અને પુણ્યબંધ થાય. આમ બે લાભ થાય. સંપત્તિનું દાન કરતા પણ બે લાભ થાય. ગયા જન્મના પાપ તૂટે અને આવતા જન્મમાં ભૂલેચૂકેય પાપનો બંધ થવા ન દે. દોષ ભયંકર હોય તેને આરાધના વધુ કરવી જ પડે. એક જવાબ આપો
પાપો ચિક્કાર કર્યા છે માટે ભગવાન નથી બન્યા? પરમાત્મા નથી બન્યા માટે પાપો કરીએ છીએ? દીવડો નથી માટે અંધકાર છે. ભગવાન નથી માટે પાપો છે. એક વાત ધ્યાનમાં રાખશો પરમાત્મા કરતાંય પાપને વધુ તાકાતવાળું માનવું એ મિથ્યાત્વ છે. આપણું લક્ષ નિશ્ચિત નથી. ૧૩મા ગુણસ્થાનકે પાપ કેટલા? ૧૩મા ગુણસ્થાનકે બેઠેલો આત્મા ભગવાન બની શકે. તમે ભગવાનને સ્થાન આપો. મિથ્યાત્વના રાજમાં ખળભળાટ થઈ જશે. કાળામાં કાળા પાપો તોડવાની તાકાત પરમાત્મામાં છે. ભેજ લાગવાના કારણે દીવાસળી સળગતી નથી તો પણ આપણને વિશ્વાસ છે કે ભેજ ઓછો થયા પછી એ અવશ્ય સળગશે. પ્રભુની પ્રતિમા સામે છે આપણે પાગલ નથી બની શકતા કારણ શ્રદ્ધાની કચાશ છે. હૃદય પથ્થર જેવું બની ગયું છે. પ્રભુના નામનો હૃદયમાં દીવો પ્રગટાવો.
પ્રશમરતિ ગ્રંથમાં જણાવ્યું છે કે કોઇપણ આત્મા શુકલધ્યાન કે શ્રપકશ્રેણી પામે ત્યારે એ ધ્યાનમાં અગ્નિની ભૂમિકા હોય છે. અનંતકાળના પાપોને બાળવાની તાકાત અગ્નિમાં હોય છે. એક વ્યક્તિનું સુકૃત તેની ધ્યાન અગ્નિમાં છે. આપણી પાસે આવી શ્રદ્ધા ક્યાં છે? સાધના શ્રદ્ધા વિના કરવા જાય તો અભવીના આત્માના ભવ પણ કપાતા નથી. અણાહારી પદ જોઇએ એમ કહેનારને હોટેલમાં લઇ જાઓ તો એ આવવા તૈયાર ન થાય. આપણે
Best
tabase era #ારદાદા
જશરા ર૦. indiasis Yોર કોરડકારો VIL
#salt as I
als YEHકોકા કામ TATE .