________________
લાચારી છે. આપણા જીવનમાં બિંદુ જેટલી સાધના છે અને સિંધુ જેટલા પાપો છે છતાં ઇચ્છાઓ રાખે કે કોઇ મારી પ્રશંસા કરે. આપણા શરીર પરથી કોઇ રાખ ઉડાડી દે તેને પણ ધન્યવાદ આપવા. રાખ ઉડાડી દે અંગારા તો નથી ચાંપી દીધાને ? ધન્યવાદ આપવાની સાચી ભાવના જ મોક્ષ સુધી પહોંચાડશે. પ્રભુની અનંતી કરુણા પામવાની પાત્રતા ઊભી કરવાનું આ પરિબળ છે.
વ્યવહારના ક્ષેત્રમાં રોગ આવે ત્યારે ત્રણ કારણ પાળો તો જ રોગ જાય.
૧. દવા લેવી પડી, ૨) અનુપાન સાથે લેવી પડે અને કુપથ્યનો ત્યાગ કરવો જ પડે.
દવામાં રોગથી મુક્ત કરવાની તાકાત છે. પણ અનુપાન દવાની ગરમી ઓછી કરે છે. પણ કુપથ્યનો ત્યાગ તો કરવો જ પડે. અધ્યાત્મ જગતમાં દવાની જગ્યાએ સાધના મૂકી છે. અનુપાનની જગ્યાએ શ્રદા મૂકી છે અને કુપથ્ય ત્યાગની જગ્યાએ પાપ નિમિત્તોનો ત્યાગ મૂક્યો છે. અભવી આગળ સાધના છે પણ તેનો મોક્ષ નથી કારણ તેની પાસે શ્રદ્ધા જ નથી. સમકિત પાસે શ્રદ્ધા છે માટે મોક્ષ છે.
કંડરિક મુનિ ક્યાં તૂટ્યા?
રાજાના ઘરનું ભોજન પ્રિય ન હતું ત્યાં સુધી સુખી હતા જ્યારે એ ભોજન પ્રિય લાગ્યું. શ્રમણ જીવનની શ્રદ્ધા જ ગઇ. એ ભોજનની સ્પૃહાને પૂર્ણ કરવા જતા જીવનનો અંત આવી ગયો અને સાતમી નરકના દુ:ખમાં ધકેલાઇ ગયા. આપણે ક્યાં તૂટ્યા? ઢોર માંદો પડે તેની સામે ગમે તેટલો લીલો ચારો મૂકવામાં આવશે પણ તે તેમાં મોટું નાંખશે નહિ. આપણી સામે મસાલાને ચટાકા દેખાયા નથી ને “પડશે એવા દેવાશે' એ ભૂમિકા આવી જતા વાર નથી લાગતી. માંદો માણસ દવા મોડી લે તે ચાલે પણ કુપથ્ય તો પહેલા જ છોડવા પડે.
આંખમાં વિકાર પેદા થાય અને દેરાસરે ન જાય એ ચાલે પણ તેને પિક્યુરનો ત્યાગ તો કરવો જ પડે. હરિભદ્રસૂરિ કહે છે આપણા માટે કુપંથ્યનો ત્યાગ એ પડકાર છે. “ચિત્તગૃહાદિ બહિ” આખું ચારિત્ર જીવન પૂર્વે કરેલા પાપનું પ્રાયશ્ચિત સિવાય બીજું કશું નથી. સંપત્તિનું દાન એ પાપનું પ્રાયશ્ચિત સમજો છો ? દાન સ્વતંત્ર ધર્મ નથી. અમારા જીવનમાં શરીરના પાપ છે
કIE
niY પાંદtinuintuitiai
tiari
EPISITE S9 Jawing airtiiiiiiiiiiiiii Thalia firala