________________
તોડવાની તાકાત તેનામાં છે. પરમાત્માને સર્વજ્ઞ માનનારને ભાવ પેદા થાય કે ન થાય પણ પરમાત્માને સમર્થ માનનાર પોતાનામાં ભાવ પેદા કર્યા વગર રહે નહીં. પરમાત્માને આપણે સર્વજ્ઞ માન્યા તો છે પણ સમર્થ માન્યા નથી, અને એટલે જ આપણને એમના પ્રત્યે જોઈએ તેવો બહુમાન ભાવ જાગ્યો નથી. * આપણે ભાવના જ્ઞાનમાં દરિદ્ર છીએ કારણ કે સમર્થ ભાવ જ નથી આપણી પાસે.
દેવ ગુરુ-ધર્મને આપણે સમર્થ નથી માનતા.
ભાવ ક્યારે પેદા થાય? જયાં લાભ દેખાય ત્યાં ભાવ પેદા થાય. જયાં નુકશાન દેખાય ત્યાં ભય પેદા થાય. આપણને પાપમાં ભય લાગતો નથી અને ધર્મમાં લાભ દેખાતો નથી. માટે ભાવ પેદા થતા નથી. ભાવ અને ભય એ તો ધર્મ સેવનની અને પાપ ત્યાગની આધારશિલા છે. ભક્તિ સૂત્રામાં નારદે સરસ સૂરાનો અર્થ કહ્યો છે. સૂત્ર એટલે દોરો, અર્થ એટલે સોય.
વિસ્મય યોગ એટલે શું? અઈમુત્તા મુનિને વિસ્મયભાવ હતો. (મોટા આગળ વિસ્મય છે અને નાના આગળ આશ્ચર્ય)
ઘાટકોપરમાં હું કાંઈક લખી રહ્યો હતો. ત્યારે એક સાવ નાનકડો છોકરો આવ્યો. કહે, “મારા એક પ્રશ્નનો જવાબ આપો. એક ડબ્બીમાં ૫૦ બાવા. માથું કાળું, પગ ઘોળા.” મેં પેન બંધ કરી થોડીવાર વિચાર કરીને કહ્યું, “મને જવાબ નથી આવડતો“સાચે નથી આવડતો?”- “હા સાચે નથી આવડતો.” તો પછી રોજ પ્રવચનમાં બધાને પ્રશ્નોના જવાબ આપવા માટે શું કામ કહો છો. તમારે જવાબ આપવો પડશે.” * હરીભદ્રસૂરિ મ. કહે છે. “અધ્યાત્મ જગતમાં નિર્દોષતાની ભૂમિકા લઈ પ્રવેશ કરી શકાય નહી. નિર્દોષતાના બે અર્થ કહ્યા છે. (૧) જેની પાસે દોષ નહીં તે અથવા દોષ નીકળી ગયા છે તે (૨) દોષનો બચાવ ન કરે તે. * જેનામાં એકપણ દોષ નથી એ તો નિર્દોષ છે જ, પણ જે દોષનો બચાવ નથી કરતો એ ય નિર્દોષતાના માર્ગે જ છે. દોષ નીકળી ગયા છે તેનો તો મોક્ષ છે જ, પણ જે દોષનો બચાવ નથી કરતો તેનો પણ મોક્ષ નક્કી છે. આપણે બધા ક્ષેત્રો બુદ્ધિને દોડાવીને પસ્તાયા છીએ. હૃદય
કાકા કા
કા
કા
ર
Fitnis sites
ed assass in indian Ni
ni tara