________________
જીવનમાં ભાવ અને ભય ઉભા કરો.
ષટ્રદર્શનની જ્ઞાતા મયણા પરણ્યાની પહેલી રાતે શ્રીપાળે તેને પોતાની પાસે આવવાની ના પાડી દીધી. પિતાના ઠપકાથી કોઢીયાને પરણીને સાસરે આવતાં ન રડનાર મયણા પતિની આટલી વાતથી રડી પડી. શ્રીપાળ કહે છે : “આવું રતન મારા જેવા કોઢીયાના ગળે બાંધી તારા બાપે ભૂલ કરી છે.” મયણા રડતા કહે છે, “તમારે જે કહેવું હોય તે કહો પણ આ ભવમાં હવે હું બીજાનો હાથ નહીં પકડું. એણે શ્રીપાળને નવપદની વિધિની આરાધના શરૂ કરાવી. અને શ્રીપાળની કાયાકંચન વરણી બની ગઈ. ઘરે આવી બંન્ને મા ને પગે લાગે છે. દીકરાનું આવું અનુપમ રૂપ જોઈ માં ને આશ્ચર્ય થાય છે. દીકરાને તેનું કારણ પૂછે છે, ત્યારે શ્રીપાળ કહે છે,
આ બધો તારી વહુનો પ્રભાવ છે. વહુને પૂછયું. “તેં દીકરા પર એવો કેવો જાદુ કર્યો કે એની કાયા કંચનવરણી બની ગઈ?” ત્યારે મયણા કહે છે : “આ બધો ગુરુતત્વનો પ્રભાવ છે.” ગુરૂ પાસે જઈને પૂછે છે તો જવાબ મળ્યો. આ બધો નવપદનો પ્રભાવ છે.
સફળતાનો યશ બુદ્ધિ પોતાની પાસે રાખે છે; હૃદય સફળતાનો યશ બધાને સાથે રાખે છે.
ભાવના જ્ઞાનને ત્રણ ઉપમા આપી છે. (૧) પૂર જેવું જ્ઞાન :- જે કચરો કિનારે હોય તેને સાફ કરવાની તાકાત પૂરમાં છે. (૨) અગ્નિ જેવું જ્ઞાન :- બાળી નાંખે. (૩) બોમ્બ જેવું જ્ઞાન :- બધું જ બાળીને સાફ કરી નાંખે.
બોમ્બ દુશ્મનને ખતમ કરે છે જયારે ભાવનાજ્ઞાન દુશ્મનાવટ ખતમ કરે છે. ભાવના જ્ઞાનની તાકાત એ છે કે એ તમારી પાસે હોય તો કોઈ તરે કે ન તરે પણ તમે અવશ્ય તરી જશો. એનાથી ઉલટું : ભાવના જ્ઞાન ન હોય તો કોઈને નુકશાન થાય કે ન થાય પણ તમારું અવશ્ય નુકસાન થાય છે.
મુક્તિભદ્ર વિજયના શિષ્ય - નરભદ્ર વિજય. કેન્સરનો રોગ હતો. અંતિમ સમયે નવકાર સંભળાવતા હતા. એમના ઉંહકારા ચાલુ હતા. સાધુએ પૂછયું, “વેદના થાય છે?' ઈશારાથી ના પાડી. ફરી પાછળ કાન પાસે નવકાર સંભળાવવાનું ચાલુ કર્યું. ફરી તેમના ઉંહકારા ચાલુ થયા. ફરી
શાળા શાળાના તમામ રy Essa કાળાશા શાળા alifalai Valladalalitalkia #toi Yaditional : 6 Ministianissimily i