________________
પોતાનું રૂપ જુએ તો સમજાય. પરંતુ અરીસામાં પોતાનું રૂપ જોવાની તેમને ફુરસદ જ ક્યાં છે? એ તો બીજાનાં રૂપ જોવામાં પડ્યા છે! એ પણ સ્વાર્થની દષ્ટિએ જુએ છે. સ્વાર્થરહિત દષ્ટિથી બીજાનાં રૂપ જુએ તો તેઓ એક ક્ષણમાં ગભરાઈ જાય અને એમનો સંગ ત્યજી દઈને એ કાજળ કોટડીમાંથી બહાર નીકળી જાય.
સંસારના કયા ક્ષેત્રમાં જીવ કર્મોના કાજળથી નથી લેવાતો. શબ્દરૂપ રસ-ગંધ અને સ્પર્શનાં સુખોની પાછળ દોડવામાં... ભટકવામાં “હું કર્મ કાજળથી લેવાઈ રહ્યો છું' એવું ભાન ન હોય, પરંતુ તે લેપાય છે જરૂર. પ્રતિ સમય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, નામ, ગોત્ર અને વેદનીય આ સાત કર્મોથી જીવ લેપાયા કરે છે.
કર્મથી લેપાય કોણ?
જેની આગળ કર્મની સ્નિગ્ધતા છે, તેના પર ધૂળ ચોંટે છે. રસ્તા પર ચાલતા ધૂળ ઉડે છે. જેની પાસે કર્મની સ્નિગ્ધતા નથી તેની પર ધૂળ પડે પણ ચોંટતી નથી. જીવનમાં જે રાગ-દ્વેષ છે તેના માટે ત્રણ વિકલ્પ કહ્યા છે. (૧) પાણીની ભીનાશ (૨) તેલની ચીકાશ (૩) ઘીની ચીકાશ. રસ્તા પર ચાલતા ધૂળ ઉડે છે. પાણીની ભિનાશવાળા કપડા પર ધૂળ લેખાતી નથી. તેલવાળા ચીકાશ કપડા પર ધૂળ ચોંટી જાય છે. જયારે ઘી વાળા કપડા પર ધૂળ બરાબર લેપાઈ જાય છે. પાણીની ભીનાશ ધૂળને કંટ્રોલમાં રાખે છે. તેલ-ઘીની ચીકાશ કંટ્રોલ બહારની વસ્તુ છે.
આપણે કર્મથી ખરડાવા માગીએ છીએ કે લેખાવા માંગીએ છીએ?
રાગ-દ્વેષવાળા જીવોને કર્મથી ખરડાતા વાર નથી લાગતી. ભૂલનું પરિમાર્જન કરવું ખૂબ સહેલું છે પણ ભ્રમણાનું પરિમાર્જન થવું મુશ્કેલ છે. સાચા સુખ દુઃખનું ફળ સમજાય તો જ તાદશભાવ અનુભવાય. આપણા તમામ સુખ અને દુઃખની આધારશિલા એ માત્ર તાદાત્મક ભાવ. પાણીનો ઘડો આખો ભરેલો હોય ત્યારે ભાર લાગે. પણ તેમાંથી થોડું પાણી પી લીધા પછી તેનું વજન ઓછું લાગે છે. વજન કોનું હતુંબન્ને વખત? પહેલા રહેલા ભરેલા ઘડાના પાણીનું વજન શરીર ઉપાડતું હતું અને પછી એ ઘડામાંનું પાણી પી લીધા પછી પણ વજન શરીર જ ઉપાડે છે છતાં વજન ઓછું લાગવાનું કારણ શું? ઘડામાં રહેલું પાણી શરીર સાથે નથી. પેટમાં ગયેલું પાણી શરીર સાથે છે. આ છે તાદાત્મક ભાવ.
તાદાત્મક ભાવ એટલે શું?
ASHIERaiia Y ERatibilities
Hકાકા કાકા મામા સારા Fatima Yagnitories in H indi