________________
સાંકળ જેટલી લાંબી તેટલા ડિસ્ટર્બ વધુ. સાંકળ લાંબી સારી કે ટૂંકી?
ધંધામાં ખોટ ગઈ તેને માટે દુઃખ થતું નથી પણ પોતાના ધંધામાં ખોટ ગઈ તેનું દુ:ખ વધારે છે. કારણ કે “પોતાના” માં Attachment
છે.
દરેકમાં તાદાત્મક ભાવ હોય તો કોઈ દુ:ખ દુઃખ નથી. સુખ દુઃખની આધારશિલા છે તાદાત્મક ભાવ. શરીરમાં વેદના છે માટે દુ:ધ્ધન નથી થતું પણ શરીર સાથે તાદાત્મક ભાવ છે માટે દુઃર્થાન છે.
તો શું ચતુર્ગતિમય સંસારમાં રહેવું પડે ત્યાં સુધી કર્મના કાજળથી લેપાયા જ કરવાનું? એવો કોઈ ઉપાય નથી કે રહેવા છતાં લેપ ન લાગે?
પૂજય ઉપાધ્યાયજી મહારાજ કહે છે : જ્ઞાનસિદ્ધ આત્મા કાજળની કોટડી સમા સંસારમાં વસવા છતાં લપાતો નથી. કમલપત્ર પર જેમ જલબિંદુઓ ટકી શકતાં નથી... જલબિંદુથી કમલપરા જેમ લપાતું નથી તેમ આત્મા પણ કર્મ-કાજળથી લેપાતો નથી. પણ એ આત્માને જ્ઞાનરસાયણથી ભાવિત કરી દેવો જોઈએ.
શેઠની દુકાનમાં નોકર હતો. ૨૫ વરસ નોકરીના પૂરા થતાં એ રીટાયર્ડ થવાનો હતો. તે દિવસે સફાઈ કરતા દિવાલ પર લાગેલી ઘડિયાળ તૂટી પડી. આ ઘડીયાળ તૂટીને ખરાબ થયાનો વિચાર શેઠને જણાવીશ એવું નોકરે મનમાં નક્કી કર્યું. શેઠ તે દિવસે વહેલા આવ્યા. નોકરે ગાડીનો દરવાજો ઉઘાડડ્યો કે શેઠે તરત તેના હાથમાં એક કવર મૂક્યું. એ ઘડીયાળ તૂટવાના સમાચાર આપવા મોઢું ખોલે તેનાથી પહેલાં જ શેઠે કહ્યું. “પહેલા વાંચી લે પછી બીજી વાત.” અંદર પોતાની નાનકડી રૂમમાં જઈ કાગળ વાંચ્યો. એ ચોધાર આંસુએ રડી પડ્યો. એમાં લખ્યું હતું, “તારી નોકરીના ૨૫ વરસ પૂરા થાય છે અને તું રીટાયર્ડ થાય છે એટલે દિવાલ ઉપરની ઘડીયાળ તને ભેટ રૂપે આપું છું.”
ઘડીયાળ તૂટ્યું ત્યારે તેને દુઃખ એટલું ન હતું પણ એ ભેટ રૂપે મળી અને પોતાની થઈ ત્યારે તેને દુઃખ થયું. સુખ-દુઃખ તાદાત્મક ભાવ છે માટે.
દિકરો ખરાબ પાક્યો તેનું દુઃખ નથી. પોતાનો દિકરો ખરાબ પાક્યો તેનું દુઃખ છે. આપણી કક્ષા કઈ ચીકાશની? પાણીની, તેલની કે ઘીની? ઘીની ચીકાશ કૂચા કાઢી નાખશે.
પહેલા ગુણસ્થાનકે ચીકાશ છે પાણીની.
Bikinimiiz Y asianitiatives Medicinal
12
taa Nadia
BEST Eા શાખા Ses/
imitivities Ya aaa