________________
તું ત્યારે સુંદર અને શાસ્ત્રીય ચિત્રો તૈયાર થઈ શકે છે. એ તેના અનુભવીઓ જ સમજી શકે.
એકંદરે ચિત્રો ઘણાં જ ઉપયોગી આલેખાયાં છે, તે અભ્યાસીઓ જોઈ શકશે, અને તે તે ફક 25 સ્થળે દાખલ કરવામાં આવ્યાં છે, ચિત્રો આપવાની પદ્ધતિ ગ્રન્થના મૌલિક વિષયોનો સાક્ષાત્ 2 ચિતાર રજૂ કરવા માટે ઘણી જ આવકારદાયક છે, પાઠકો પણ તેથી ઘણો પ્રમોદ અનુભવે છે.
૧૦૩ ફર્માનો દલદાર ગ્રન્થ :એકંદરે અનુવાદના ૮૪ ફોર્મ, ગાથાનુવાદના છેલ્લા કક્ષા ફોર્મ અને નિવેદનો, ઉપોદઘાત, ગ્રન્થવિષય, અનુક્રમણિકા, શુદ્ધિપત્રક વગેરેના ૧૦ ફોર્મ મલી લગભલ ૧૦૩ ફોર્મની આ ગ્રન્થ ખૂબ જ દલદાર બની ગયો છે. પાઠકવૃંદ તેનો સુંદર લાભ ઉઠાવશે એવી હાર્દિક અભિલાષા છે.
આ ભાષાંતર ગ્રન્થની-મૂલગાથા, છાયા, શબ્દાર્થ, ગાથાર્થ, ત્યારબાદ વિસ્તારાર્થ આ પરિપાટી છે, અને સ્થળે સ્થળે આપેલી વિવિધ યત્ર-આકૃતિઓ તથા મનોરંજન આબેહૂબ ચિતાર આપતાં અનેકરંગી ચિત્રો એ આ ગ્રન્થના અલંકારો છે. આ પ્રમાણે આ ગ્રન્થનો સંક્ષિપ્ત પરિચય છે.
- અનુવાદક
જે નિસરણીનો સહારો લઈને તમો એકવાર ઉપર ચડ્યા હતા તે નિસરણીનો હવે કશો જ ખપ ન હોય તો પણ તેને લાત ન મારશો કેમકે સંભવ છે કે તમારે પાછાં ઉતરવાની પરિસ્થિતિ કયારેક પેદા થાય, ત્યારે એ જ નિસરણીની તમારે કદાચ જરૂર ઉભી પણ થઈ શકે. વ્યવહારમાં પણ તમને મોટા બનાવવામાં જેમણે ફાળો આપ્યો હોય તેમણે ખોટાં કે નકામા માનવાની ભૂલ કદાપિ ન કરશો, નહિતર કયારેક એ તમને ભારે પડી જશે.
બળની વાતો બહુ કરે, કરે બુદ્ધિના ખેલ, આપક્કાળે જાણીએ, તલમાં કેટલું તેલ.
光法法米法法米米米米迷米米米米[39]张法決法※※※※※※※※※※※