________________
પ્રેમલ પ્રેરણા ઉપરાંત લેખકનો અવિરત પરિશ્રમ, નિસ્પૃહ ભાવના તથા કંઈ પણ સેવા કરી લેવાની તીવ્ર તમન્ના જ સફળતા પ્રાપ્ત કરાવે છે. મારા માટે તે ઉપર પ્રમાણે જ બનવા પામ્યું છે તે માટે મારો આત્મા જ સાક્ષી છે.
ભાષા દોષોને છેડી પ્રસ્તુત આગમીય ગ્રન્થના લખાણમાં કેટલી સફળતા આપવી તેના નિર્ણયમાં વાંચકની સજજનતા જ કામે આવશે. તેમ છતાં પણ મને શ્રદ્ધા છે કે પરસેવે તારી પૂર્ણ થયેલા કાર્યમાં સજજનેની ઉદારતા મને સારા માર્કો (Marks) અપાવ્યા વિના ન જ રહે.
સજન શિરોમણી નગીનભાઈ વાવડીકર પાસેથી ગેડીજી જ્ઞાન ભંડારથી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મંગાવ્યું અને જોયું. તેમાં સમાસની બહુલતા, પાંડિત્યપૂર્ણ અલંકારથી શેભતી ભાષાને જોયા પછી મનમાં પીછે હઠ કરવાની ભાવના થઈ પણ તેમ કરવાને મારો સ્વભાવ ન હોવાથી ગ્રન્થને બે-ત્રણ વાર જે, વિચાર્યો અને પરમાત્માઓને તથા સ્વર્ગસ્થ ગુરૂદેવને ભાવવન્દના કરી કાર્યને પ્રારંભ કર્યો, ધીમે ધીમે આગળ ને આગળ વધતે ગયે. ક્ષયપશમની મદદ મળવા લાગી અને લેખન કાર્યમાં ઉત્સાહ તેમજ અનેરે આનન્દ આવતે ગયે અને વધતે ગયે. જે લખાયું, જેવું લખાયું, તે મારા માટે ઘણું કહેવાય, તેમ છતાં કહ્યા વિના ન રહેવાય કે આમાંથી પણ વાંચકોને, વ્યાખ્યાનકાને, પાપભીરુઓને, વિચારકોને, ચિકને તથા લેખકને પણ ઘણું ઘણું જાણવાનું મળશે. અને તેમ થયું તે મારા આનન્દને ચાર ચાંદ લાગશે,