Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૮
પંચ પ્રતિક્રમણ સૂત્રો
ત્યાંના વૈજ્ઞાનિકોને બોલાવીને પરદેશી મુત્સદ્દીઓ એવી વાત કહે છે કે, “જગતની બીજી પ્રજાઓ આજના વિજ્ઞાનથી કચડાઈને કકળાટ કરી ઊઠી છે કે, આ વિજ્ઞાને અમારી સંપત્તિ હરી લઈને અમને બેકાર બનાવી મૂક્યા છે. અમારું સત્ત્વ હણી રહેલ છે. માટે તમે હવે તે બંધ કરાવો.”
ત્યારે વૈજ્ઞાનિકો જવાબ આપે છે કે, “વિજ્ઞાનની શોધો કુદરતી શરૂ થઈ ચૂકી છે. તે બંધ થઈ શકે તેવો કોઈ સંજોગ નથી. તેનું ધ્યેય જગત(ગૌરી પ્રજા)નું કલ્યાણ છે, અને તેને અનુસરીને તે પોતાને માર્ગે કોઈ પણ સ્વાર્થોથી અલિપ્ત રહીને ચાલ્યું જશે. ભલે તેમાં એક વખત કોઈ પ્રજા કે તેના ઉપાંગો કચડાઈ જાય, પણ આખરે તેમાંથી કલ્યાણ જ જન્મશે.”
દુનિયાને કહી શકાય કે, “કહો, હવે આમાં અમે શું કરી શકીએ ? કુદરત આગળ કોઈનું શું ચાલે ?” એમ સમજાવવા માટે જ આ સવાલ-જવાબ છે. અને કદાચ બહારથી રાષ્ટ્ર અને વૈજ્ઞાનિકો પરસ્પરનો સંબંધ તોડી નાંખવાના પ્રયાસ પણ કરે, પરંતુ આજ સુધી એવા સંબંધથી તેને એવું પગભર કરી મૂક્યું છે, કે તેને હવે રાષ્ટ્રિય સત્તાની મદદની જરૂર નથી. એટલે તે બંનેય ખાતાં અમુક વખતને માટે બહારથી જુદાં પડી જાય, તો તેમાં નવાઈ પામવા જેવું નથી, પરંતુ વિજ્ઞાનનો ઉપયોગ જગતની કાળી પ્રજાઓને કચડવામાં થઈ રહ્યો છે અને થશે તેમાં સંશયને અવકાશ નથી. અને તે કચડાયા પછી ગોરી પ્રજા અંદરોઅંદર ન કચડાઈ મરે, તેવો પ્રસંગ આવતાં વિજ્ઞાનની શોધો એકાએક બંધ પડશે એટલે જ વિજ્ઞાન પાછળ આ કામચલાઉ અને કૃત્રિમ પ્રયાસ છે. આજની લડાઈઓ વિજ્ઞાનનો ઉપયોગ, જાહેરાત અને બળ બતાવવા માટે જગતની દરેક ગોરી પ્રજાનાં રાષ્ટ્રોને હાલમાં ઈષ્ટ જણાય છે. આવી વૈજ્ઞાનિક લડાઈઓથી વિજ્ઞાનને ટેકો મળે છે, વધારે વિકસવા માટે તે પગભર થઈ શકે છે. એટલે જેમ જેમ વિજ્ઞાન પગભર થતું જાય, તેમ તેમ નબળી પ્રજાઓ ઉપર ભય વધુ જ જામતો જાય, એ સ્વાભાવિક છે.
રાજ્ય સંસ્થા તરફની આપણી પૂર્વાપરથી વફાદારી ટકાવી રાખવી, રાખવાનું વલણ એ જુદી વસ્તુ છે, અને આજની પ્રજાઓની અંદર અંદરની અથડામણીનાં કારણો ધ્યાનમાં લેવાં, એ જુદી વાત છે.
કાળી પ્રજામાં પણ વિજ્ઞાનની કેળવણી આપવાના સામાન્ય પ્રયાસો થાય છે. તે તો તેની ખિલવણીમાં મદદગાર માણસો વધુ મેળવવા અને કાળી પ્રજામાં અંદરો અંદરના માણસો ભારત વિજ્ઞાનની પ્રતિષ્ઠા ઉત્પન્ન કરાવવાની જાહેરાતમાં ઉપયોગી થાય, તેવા મોટા પગારો
આપીને માણસો મેળવી લેવા માટે હોય તેમ જણાય છે. ૫૩. હમણાં વળી તત્ત્વજ્ઞાનની વાતો કરનાર વિદ્વાનો નીકળી પડ્યા છે. તે પણ ધર્મમાંની ચુસ્તતા
ઢીલી કરાવવા માટે જ છે. તેવા માણસોને હજુ તત્ત્વજ્ઞાનની ગંધ પણ હાથ લાગી નથી. પણ તેવા મોટા નામથી થોડી અજાણી વાતો ગંભીર ચહેરે મીઠી મીઠી ભાષામાં કરે. એટલે તે તરફ આકર્ષાઈને અજ્ઞાન લોકો પોતપોતાના ધર્મોમાં શિથિલ થાય, એ સિવાય તેનો બીજો હેતુ કે પરિણામ વિશેષ જણાતું નથી.
અમદાવાદમાં થોડા જ વખત પહેલાં મારી યાદ પ્રમાણે રાધાકાન્ત કે એવા નામના કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org