Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
ક્રિયા ઓછી થાય, તેવા પ્રયાસો આધુનિક કેળવણીમાં અને જુદી જુદી આપણી ગણાતી નવીન પ્રકારની સંસ્થાઓમાં ગોઠવાયેલ છે, તેમાંથી અને દેશમાંથી તે તત્ત્વો નીકળી જાય કે ઓછાં થાય, તેવા પ્રયાસો કરવા જોઈએ. અને ક્રિયાની ખૂબી તથા તેની સાથે સંકળાયેલું પ્રજાકીય, સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક, આત્મિક હિત પ્રજાને સમજાવવું જોઈએ. કેળવાયેલા કે નવી સંસ્થાના મેમ્બરો ચાલુ જમાનાના કાર્યક્ષેત્રમાં ઉપયોગી થાય કે ન થાય, પરંતુ હિંદના પૂર્વાપરના જીવનમાંથી દૂર રહે, અને બીજાને રાખે તો પણ સારું.” એ આજની કેળવણી અને નવી સંસ્થાઓનું મુખ્ય ધ્યેય હોય છે, આર્ય જીવનને આ જેવો તેવો ફટકો નથી. મહાસભા સ્વરાજ્ય મેળવેકેન મેળવે. પણ દેશી રાજાઓ, ધર્મગુરુઓ, શેઠ-શાહુકારો, સંઘો, મહાજનો, જ્ઞાતિઓ અને તેવા વિચારના પ્રજાજનો સાથે મેળવીને તૈયાર કરેલા લોકો ભળી શકે નહીં, માટે તેવા લોકો એકઠા થઈને કામ કરવા માટે મહાસભા ઊભી કરી આપીને, તેનું વાતાવરણ કાયમ ઉગ્ર રાખવામાં આવે છે. આ મોટામાં મોટી પ્રજા વચ્ચે ચિરાડ છે. જે પ્રજામાં કુસંપ ઊભો રાખે છે, કેળવે છે, જે પરદેશીઓને બન્નેય વર્ગને પોતાના હાથમાં નચાવવાને ઉપયોગી થાય છે. ૪. કેટલાક “એકાંતમાં શાંતિ રહે છે.” એમ કહીને ઉપાશ્રયની મંડળીમાં ક્રિયાનો ગર્ભિત રીતે
વિરોધ કરે છે, તેમ કરવાથી તે શાંતિની વાત પણ ઉત્તેજનાપાત્ર નથી. જાહેર ક્રિયા ઉપાશ્રયમાં માંડલીમાં જ થવી જોઈએ, મુનિ મહારાજાઓએ પણ માંડલીમાં જ પ્રતિક્રમણ કરવું જોઈએ, અને માંડલીમાં ક્રિયા કરનારા કેમ વધે ? તેવા પ્રયાસો કરવા જોઈએ. કાર્યપ્રસંગને લીધે માંડલીમાં ન પહોંચી શકાય, તો છેવટે એકાંતમાં પણ કરી લેવું પડે, એ વાત જુદી છે.
કેમકે પ્રતિક્રમણ જાહેર સંઘમાં કરવાની ક્રિયા છે, એ ભુલાવું ન જોઈએ. ૫૦. આવી આધ્યાત્મિક પવિત્ર જાહેર ક્રિયા ઉત્પન્ન કરીને જૈન ધર્મે જગત ઉપર મહાન ઉપકાર
કરેલો છે. જગતને તે આપણે સમજાવવું જોઈએ. છેલ્લાં પચાસ વર્ષમાં કેટલાક ભણેલા તો આવા મહાન ધર્મનાં છિદ્રો ખોળવા અને તેના અછતા દોષોનું ઉદ્દભાવન કરી તેને હલકો પાડવાનો જ કેમ જાણે ધંધો લઈ બેઠેલા હોય, અને તે મારફત ધીકતી આજીવિકા ચલાવતા હોય, તેમ પણ જોવામાં આવે છે. પરંતુ આવી મહાન કલ્યાણકારી વસ્તુઓમાં છિદ્રો શોધવાને બદલે, તે બાજુમાં રાખીને, તેની જે કાંઈ રચનાત્મકતા, કલ્યાણકારિતા, ભવ્યતા છે, તે જગતને સમજાવવી જોઈએ. એ કર્તવ્ય હતું. તેને બદલે બીજું છિદ્ર ન મળે તો ઐતિહાસિક અનૈતિહાસિકને નામે સંશય એક વાર તો ઊભો કરે, પછી ભલે તે ન ટકે. પણ એક વાર પ્રજાને ભ્રમણામાં પાડવા પ્રયાસ કરી જુએ છે.
જો કે આ ગ્રંથમાં રચનાત્મક દષ્ટિબિંદુ મુખ્ય રાખીને તમામ વિવેચન કરવામાં આવેલું છે.
એક વિશાળ અને સુંદર મકાનમાં પડેલા ડાઘા બતાવી ભડકાવી તેની શીતળ છાયાથી લોકોને વંચિત રાખવાનો એક પ્રયાસ એક અધમ પ્રયાસ છે. તેની મરામતની બુદ્ધિથી એ ડાઘા બતાવવા જે કે હિતકારક છે. પરંતુ તે બુદ્ધિ નથી. માત્ર નિંદકોનું અંધ અનુસરણ જ છે. તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org