Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૪
પંચ પ્રતિક્રમણ સૂત્રો
તેમાં ચારેય તરફ અંધારું જુએ છે, ત્યારે મૂંઝાય છે. પણ તે જાળમાંથી નીકળવાનો માર્ગ મળતો નથી, ને વધુ ગૂંચવાય છે.
શ્રી સંઘના સમજુ આગેવાનોએ કાં તો આ વસ્તુસ્થિતિ સમજાવીને તેઓને ઠેકાણે લાવવા જોઈએ, અથવા તો આવી દંભી પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. નહીંતર, તે વલણ જૈન ધર્મને, સંઘને અને ઊછરતી પ્રજાના હિતને અને ભારતની સમસ્ત આર્ય પ્રજાને ઘણું નુકસાન પહોંચાડશે. આ જમાનો એક ઘાએ બે પક્ષી પાડે છે. ક્રિયા અને ધાર્મિક પ્રવૃત્તિઓની નિંદા કરાવી, તે છોડાવે છે. તેમાં થતા ખર્ચ અટકાવે છે. અંતે તે જ મહેનત અને પૈસા જમાનાને અનુસરતી પોતાના લાભમાં ક્રિયા અને પ્રવૃત્તિ કરાવી પ્રજાનો સહકાર મેળવી પ્રજાને નબળી પાડે છે, અને પોતે ભવિષ્યને માટે અહીંના લોકોમાં વધુ ગુલામી પ્રવેશાવવા વધારે સજ્જ થઈ શકે છે. ક્રિયાઓ છોડીને દોડધામ કરી રહેલા આજે જોઈ શકે છે કે, પરિણામમાં પ્રજામાં નબળાઈ અને બેકારીનું પરિણામ મેળવી રહ્યા છે. તે જોઈ શકયા છે છતાં ચેતતા નથી. અને હજુ તેની વિરુદ્ધના પ્રચારકાર્યમાં મદદગાર થાય છે. આ દેશમાં રોકાયેલી પરદેશી મૂડી અને ગોઠવાયેલી યોજનાઓ અહીંના લોકો પાસે શારીરિક અને માનસિક વધુમાં વધુ કામ લઈને જોરમાં આવે છે. ને જ્યારે એ યોજનાઓ થોડો વખત બંધ પાડે છે, અને મૂડી પાછી ખેંચી લે છે, ત્યારે ચારેય તરફ બેકારી અને નિરાશાનું વાતાવરણ ફેલાઈ જાય છે. સારાંશ કે, અમારા સુધારક ભાઈઓ દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવે છે. આંધળું દળે ને કૂતરાં ચાટે એવી સ્થિતિ થાય છે.
માટે આર્ય જીવનની ક્રિયામાં મશગૂલ રહેવું, તેને ઉત્તેજના આપવી. તેનાં ઈનામો તેની સ્કૉલરશિપો કાઢવી, તેના ઉત્સવો કરવા. એ ધન ખર્ચવાનો ઉચ્ચ માર્ગ છે. અને આજની જાળથી બચવાનો મોટામાં મોટો માર્ગ છે.
અમને લાગે છે કે, જૈન ધાર્મિક ક્રિયાની વિરુદ્ધમાં પ્રચારવામાં આવેલી અયોગ્ય દલીલોના સચોટ જવાબો અમારી આ ભૂમિકાના આટલા પેઈજેમાં સમાઈ જાય છે. બીજી નાની મોટી અનેક દલીલો છે. પરંતુ તે દરેકનો આમાં સમાવેશ થઈ જાય છે. પરંતુ જેને માનવું નથી, આ બધાનો વિચાર કરવાનો નથી, તેની સામે તો એક પણ દલીલ નકામી
છે તેમજ લાખો દલીલો પણ નકામી છે. હા તે નર રતિ ૪૯. અહીં કેટલાક પક્ષપાતી લોકો તરફથી થોડીક દલીલો એ કરવામાં આવે છે કે, ૧. “આપણી આજની અવનતિનું કારણ આપણે બરાબર ક્રિયા કરતા નથી, તે છે. માટે બરાબર
હેતુ સમજીને યથાર્થ વિધિપૂર્વક તે કરવી જોઈએ.” ૨. આજે કેટલાક શાસ્ત્રીય ઊંડાણ પ્રમાણે ક્રિયા કરાવવા માગે છે, જેમ બને તેમ વધારે સંગીન રૂપમાં ક્રિયા કરાવવી જોઈએ એમ માને છે.
તે બન્નેયમાં અર્ધસત્ય છે. કેમ કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org