________________
*****************************************
જોઈએ; કારણ શરીરરૂપી કપડાં છે તેને વિષે આત્મબુદ્ધિ છે તે વિચારદ્વારા મટે છે અને આત્મા શરીરથી પ્રથચ્ છે એમ નિર્ણય કરાવે છે. જગમાં જાગૃતિ અવસ્થાનું મૂળ કારણુ વાસના છે. જ્યાં સુધી વાસના હાય છે ત્યાં સુધી જીવન ટકે છે, તે વાસના જીવનરૂપી દીવાની દીવટ છે તેને વિચાર લઈ જાય છે અને જન્મ મરણુરૂપી સંસારના જીવનને અટકાવી મુક્તિરૂપી અમર જીવન અર્પી, કલ્પિત કૃત્રિમ દીવારૂપ જીવનને મૂળ પ્રકૃતિ અધકારાત્મક સ્થિતિએ પહોંચાડે છે; માટે ઉપર દર્શાવ્યા પ્રમાણે સાંખ્યયેાગનું ઐકય, પરા તૃપ્તિના શાન્તિરસ, નિરભિમાનત્વ, જ્ઞાનદષ્ટિ, નિર્ભ્રાભ, ઔદાર્ય, નિર્લેપપણાનું સ્થાન મસ્તક તે તેને વિષે વ્યાપક મહાન ગાંભીર્ય તેનું મૂળ વહન વિચારની ઉત્તમ શ્રેણી છે. જ્યારે ઉંદર મરે છે ત્યારે હવા બગડે છે, પ્લેગઆદિ રોગા ઉત્પન્ન થાય છે અને મૃત્યુને મહા ત્રાસ વ્યાપે છે, તેમ જ્યાં વિચાર નષ્ટ થાય છે ત્યાં મુદ્ધિ ખગડે છે, મહાન અનર્થ પ્રાપ્ત થાય છે અને ચેારાશી લક્ષ ચેાનિઓમાં અવતાર ગ્રહણ કરવા પડે છે. આ ઉંદરને શત્રુ માંજાર એટલે મીન્દડા છે એ દૃષ્ટાન્ત એમ દેખાડે છે કે, વિષય રૂપ મિન્દડે જ્યારે વિચારરૂપ ઉન્દરને ધરે છે ત્યારે વિચાર નષ્ટ જ થાય છે. આ ઉપરથી શ્રી ગણેશનું વાહન ઉન્દર કલ્પવામાં આવ્યું છે તે સ્થાને છે, જ્યારે પ્રતિમાનું દર્શન કરીએ છીએ ત્યારે તેમાં દેવના ગુણેની ભાવનાનું ધ્યાન ધરીએ છીએ અને નહિ કે જે વસ્તુની તે બનેલી હોય અગર જેણે બનાવી હાય અગર વસ્રાલંકાર ધારણ કર્યા હાય તેની ! વળી ગજાનનને ત્રિભુવનજન વિજ્ઞખ્વાંત વિધ્વ ંસદક્ષઃ એવી સંજ્ઞા આપેલી છે એટલે ત્રણે લેાકના વિદ્યરૂપી અંધકારને નાશ કરવામાં કુશળ છે. અજ્ઞાન સમાન ક્રાઈ શત્રુ નથી. માત્ર કાર્યમાં અવિવેકથી આરમ્ભ થાય તા પરિણામ
*****
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
************************************************
www.umaragyanbhandar.com