________________
meme esemememegolarme eme em
પ્રભુ પિતે તમે ગુણ મૂર્તિ છતાં રજોગુણના નેતા છે માટે જ સવ ગુણાત્મક બોધ વાહન હોય તેમજ તેનું દેવત્વ, મહત્વ અને જગવઘત્વ ઘટી શકે છે. માટે વિષ્ણુ ભગવાન ભકિતથીજ પ્રસન્ન થઈ બેધ રૂ૫ ગરૂડજી ઉપર બીરાજી દર્શન આપી સર્વનાં કષ્ટ કાપે છે. ગરૂડ પક્ષીઓનો રાજા છે, કારણ તેની ઉર્થ ગતી સર્વથી શ્રેષ્ઠ છે. વેદના ત્રણ કાંડમાં ઉપાસના કાંડ વિષ્ણુ લોક છે. સ્થલ દૃષ્ટિથી એકાંતાત્મક આકાશ છે. ઉપાસનામાં ચિત્તની સ્થિરતા, શરીરની નિશ્ચલતા ને સર્વ પ્રવૃત્તિનો અભાવ છે એનું તત્ત્વ આકાશ જ છે. કર્મકાંડથી સર્વ પદાર્થોની, તેના ભાગોની ક્ષણિકતાથી વિષમયતા અનુભવ્યા પછી ઈશ્વર તત્વ વિષે ચિત્ત શુદ્ધિારા રાગ બંધાય છે. તેથી બીજી પ્રવૃત્તિને ત્યાગી પિતાને ઈચ્છિત એવી દેવાની ભાવનામાં ધ્યાન લગાવાય છે. તેથી ચિકાગ્રતા પ્રાપ્ત થતાં શાતિ ઉદ્દભવે છે. આવું સ્વરૂપ કે જેમાં હર્ષ શોક આદિ કઠિતતા નથી હતી તે આકાશજ છે માટે ઉપાસના કાંડ એ વિષ્ણુલકજ છે. તેથી ભકિત એજ વૈષ્ણવને મુખ્ય ધર્મ છે. આકાશ જેમ સર્વમાં મગ્ન છતાં સર્વના ગુણોથી અસ્પૃશ્ય છે તેથી જ્યારે ચિત્ત સર્વ ભાગમાં વિચરતું છતાં તેની આસકિત રહિત થાય ત્યારેજ ભકિતની પરાકાષ્ઠા પામી વિષ્ણુ ભગવાનના દર્શન કરી ઈતર વાસનાથી અસ્પૃશ્ય થાય છે માટે જ વૈકુંઠ એજ હૃદયાકાશ છે તેમાં સ્થિર થયેલ પ્રભુ તેના અધિપતિ છે અને સર્વકર્મના અધિષ્ઠાતા દેવતાના ઇશ હેવાથી
સુરેશ કહેવાય છે. કર્મથી અધીક ઉપાસના છે, બ્રહ્મલોકથી આકાશ 9 અપીક છે તેમ બ્રહ્માથી અધીક તત્વ વિષ્ણુ છે. માટે બ્રહ્મા સૃષ્ટિ )
સજે છે, વિષ્ણુ રક્ષે છે, અને રૂદ્ર તેને મૂલ સ્થિતિએ પહોંચાડે છે ' છે. ક્રમમાં મધ્ય સ્થિતિ વિષ્ણુ ભગવાનની છે છતાં દષ્ટિમાં છે
આગ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com