________________
૩૦
સધ્યાના સમયમાં
દૂર થાય છે, પાણી નિર્મળ બને છે, પૃથ્વીમાં વનસ્પતિ ઉગે છે, મનુષ્યના શરીરમાં સ્ફુર્તિ આવે છે અને આળસ તજી પેાતાના કાર્ય પરાયણ થવામાં પ્રાણીમાત્ર આનંદ પામે છે. જો આવી શક્તિ સૂર્યની સ્વભાવિક છે તેા પછી આપણે આપણા સુખરૂપ સાધન માટે ખાસ તેને વિનંતી કરવી અને તેની ઉપાસના નિર્મળ મન રાખી કરવી. જો તે ઉપાસનાથી કુળ માગીએ તે જરૂર આપણેા સંકલ્પ સિદ્ધ થાય છે. જેમ ખેડુત જમીન ખેડી રાખે છે અને વરસાદ અન્નની ઉત્પત્તિ ધારી આપે છે, તેમજ આપણે આપણી બુદ્ધિરૂપી ખેતરને સારી ભાવનારૂપી ખેતીથી તૈયાર કરી રાખી હોય તે તે સૂર્યદેવનું અસાધારણ તેજ આપણને વિદ્યા, તપ, તેજ અને આબાદી આપે છે. આ આપણી નિદ્રા અને જાગૃતિનું જોડાણ હોય છે; એટલે સવારમાં નિદ્રા મટતી હાય અને જાગવાનું શરૂ થતું હાય, અથવા સાંજે જાગૃતિ એછી થતી જતી ાય છે અને નિદ્રા આવતી હોય છે તે વખતે આપણુ` મન પોતાની શક્તિને પ્રસારતું હાય છે અગર લીન કરતું હેાય છે તે વખતે મનમાં મેલ થાા હોય છે. અસ પાસની લાલચે દૂર હેાય છે. પંખી, પશુ તથા બીજા પ્રાણીની સ્થિતિ પણ શાંતિમય હાય છે. સર્વત્ર શાંતિ પ્રસરેલી હાય છેઃ એટલે મન સ્થિર થઈ શકે છે, અને જ્યારે મન સ્થિર હાય છે, ત્યારે મહા સુખ મળે છે, તે વખતે ઇશ્વર અર્પણ બુદ્ધિથી જે સકલ્પ થાય છે તેનું મૂળ જરૂર મળે છે. આપણા જ્ઞામમાં કહ્યું છે કે સંધ્યા ન કરવાથી પાપ થાય છે. પશુ કરવાથી કઇ વિશેષ ફળ નથી એનું કારણ એ છે કે જેમ સ્નાન નહિ કરવાથી શરીર બગડી નય પણુ નાહવાથી કાંઈ વિશેષ જાડુ ન થાય તેમ જો સંધ્યા ન કરીએ તે મનમાં મેલ ચડતા જાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com