________________
K
૫
※账
*****
રક્ષણુ બ્રહ્માની સત્તાથી અને જ્ઞાનનું સ્ફુરણ શિવની સત્તાથી થાય છે. તેમજ કૈલાસમાં શિવ તત્વથી પ્રવૃત્તિ થાય, તો બુદ્ધિની સુક્ષ્મતાથી સ્વસ્વરૂપનું દર્શન બ્રહ્માની સત્તાથી, બ્રહ્માનન્દને ભાગ વિષ્ણુની સત્તાથી અને સર્વ અનર્થની નિવૃત્તિ રૂપા પરાશાન્તિ શિવ સત્તાથી થાય છે. શિ તત્ત્વની પ્રવૃત્તિ ધર્મથી થાય છે. સ્વધર્મમાં નિધન કહેતાં નાશ થાય પણ શ્રેયસ્કર છે. માટે ધર્મમાં સહન શીલતાથીજ પ્રવૃત્ત થવાય છે. ધર્મ પાતે એવે સત્તાવાન છે. કે ધીમેથી અધર્મને ઊખેડી નાખે અને હણનારને હણી રક્ષણ કરનારને જયજ આપે છે જેથી વતા ધર્મ સ્તરો નથઃ મનાય છે. અતિભાર સહન કરી શકે એવે અતિ બળવાન અને ધીરેજથી પંથ કાપનાર વાહન બળદજ છે. શિવ તત્ત્વ કે જે સર્વને પરિણામે અતિ સુખ આપનાર છે અને સુખ સર્વને પ્રિય છે તે ધર્મથી મળે છે. માટે ધર્મ એજ શિવનું વાહન ઉચિત છે. તપ, જ્ઞાન, યજ્ઞ અને દાન જેના પગ છે, સર્વ ગુણમયી પવિત્ર સત્તા રૂપ ગાય જેની ઉત્પત્તિ છે, અને જીવનને આધાર આ લેકમાં અને પરલોકમાં પુન્ય છે તેને ઉત્પન્ન કરવામાં સત્તાની છેવટ હદ રૂપ બળ દ છે. માટેજ સર્વ સિદ્ધિને આધાર ધર્મ ધૈર્ય છે. ગરૂડમાં ઇક્ષણ શકિત સર્વથી અધિક છે માટે જગના સ્વરૂપને સમજવામાં વિષ્ણુ તત્વ અધિક છે. વળી સમ્યગ્ જ્ઞાન વિના મન વિષયથી પાછુ વળતું નથી માટે પ્રભુ પરાયણુ થવામાં પદાર્થ દર્શનથી અનિત્યતા સિદ્ધ થતાં નિત્ય તત્વમાં (પ્રભુમાં) મનેવૃત્તિ સ્થિર કરવા ગરૂડજી રૂપ એધ વાહન યાગ્ય છે અને તેથીજ વિષ્ણુ સત્ત્વગુણી કહેવાય છે. સારગ્રાહી દષ્ટિથી નિશ્ચય સ્વરૂપ હંસ વાહનવાળા કર્મ પ્રમાણે ફળદાતા હેાવાથી બ્રહ્મા કર્તારૂપ, કર્મ ફળના સુખ દુખરૂપ ભાગના ક્ષય પર્યંત સ્થિતિ કરનાર વિષ્ણુભકત
****
GOKAN
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com