________________
आत्मानात्मप्रतीतिः प्रथममभिहिता सत्यमिथ्यात्वयोगात् द्वेधाब्रह्म प्रतीतिर्निगम निगदिता स्वानुभूत्योपपत्त्या । आद्या देहानुबन्धाद्भवति तदपरा साच सर्वात्मकत्वा दादौ ब्रह्माहमस्मीत्यनुभव उदितेखल्विदं ब्रह्मपश्चात् ॥
તત્વ વિચારના આરંભમાં સત્ય અને મિથ્યાપણાના યાગથી બ્રહ્મનું જ્ઞાન એ પ્રકારે થાય છે. પેાતાના અનુભવથી અને યુક્તિથી શરીરના વિચારથી હું બ્રહ્મ છું... એવા અનુભવ થયા પછી આ જગત્ બ્રહ્મરૂપજ છે એમ સર્વાત્મકપણાથી યુકિતથી બ્રહ્મ અનુભવાય છે. માટેજ મનુષ્યાએ શ્રુતિ, યુકિત અને અનુભવથી વિચાર કરતાં પ્રથમ હું ક્રાણુ છું ? આ શરીર કેમ થયું? આ શરીર કાણે બનાવ્યું? અને કયી વસ્તુનું બનેલુ છે? તેના નિર્ણય કરવા જોઇએ કે જેથી સમજાય કે જો સૂર્ય અને અગ્નિને પ્રકાશ ન હોય તે અંધકાર રૂપ જગત્ દેખાય છે તેમાં ભેદ પણ દેખાય નહીં અને માત્ર એક અંધકાર વ્યાપી રહે. જ્યારે પ્રકાશ આ અધકારમાં ભળે છે ત્યારે પ્રકાશ જુદાં જુદાં રૂપ દર્શાવે છે. માટે પ્રકાશ અને અંધકારના ભેળથી આ જગત જુદાં જુદાં રૂપે દેખાય છે. વળી પદાર્થો કયાંથી આવ્યા અને કયાં જશે, પહેલાં ઝાડ કે ખીજ, સ્ત્રી કે પુરૂષ ઉત્પન્ન થાય છે એને નિર્ણય થાય તેમ નથી. તથા દર ક્ષણે ફેરફાર થયા કરે છે છતાં એવું તે એવું હ્રાય નહીં એમ જણાય છે. કાઈ કહે છે જગત્ પરમાણુમાંથી બને છે, કાઈ કહે છે પ્રકૃતિ વિકાર પામે છે, કાઈ કહે છે પરમાત્મા પોતે કરેાળીઆની પેઠે પાતામાંથી જગત્ બનાવે છે માટે પરિણામ વાદ સાચા જ્યારે ખીજો કહે છે કે આરમ્ભવાદ સાચા કાઈ કહે છે કે દૃષ્ટિ સૃષ્ટિ વાદ, કાઈ કહે છે કે અજાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com