________________
૧૩૭
નિત્ય મળી શકે છે એ કાંઈ થોડે ઉપકાર નથી. પણ ભારતભૂમિને કમભાગ્યે જ્યારે ઉંડા વિચાર કરીએ છીએ ત્યારે શ્રી સરસ્વતી દેવી ઉપાસકેાના મલીન હૃદયાને જાણી શરમાઇ વિમૂખ બનેલી જણાય છે અને જેમ ન્યાત જમી ઉઠી ગયા પઢી એડ, રાંકાં રાજી થઈ વીણીને પેટ ભરે છે તેમ હિન્દુ પ્રજાને ભાગે વિદ્યાની એક આવતી જાય છે. જ્યાં મુદ્ધિબળ જણાય છે ત્યાં હૃદયબળ નબળુ જણાય છે અને સાક્ષર રાક્ષસારૂપે વિચરતા અનુભવાય છે. જ્યાં સદાચાર અને પૂજ્યતા જણાય છે ત્યાં નિરક્ષરતા અને ભાક્ષાની પ્રતીતિ છે, ભણેલા ધાર્મિક પ્રવૃત્તિને ધિક્કારી પાતાને અનુકૂળ ધર્મના એધ પ્રસારી કેવળ શિશ્નાદરપરાયણ થયેલા છે અને કેવળ અભ્યુદય માટે આર્થિક શાસ્ર (\laterialism)ની મહત્તા ધટાવવા બનતા પ્રયાસ કરી કેળવીતે મરડી એક પક્ષમાં વાળવા મથે છે. બીજી બાજુએ ધર્મચુસ્ત પુરૂષો આ કેળવણીના લાભ લેવા છતાં ધર્મશાસ્ત્રને સરખાવી તેની ઉત્તમતાથી આગળ વધી, કુતર્કોંને હઠાવી, શ્રેષ્ઠ વર્તનથી નિઃશ્રેયસ્ (Spiritualism)ને દૃઢ કરી શકતા નથી અને સંશયમાં પડે છે. અનાચાર થતા જોવે છે પણ આંખ મીચામણાં કરી, ડરી, સત્ય પોતે પેાતાને માર્ગ કરશે એમ માને છે. વિદ્યાનું ફળ વિનય, શાંતિ અને સુખાકારી છે તેને બદલે પ્રાથમિક શાળામાંથી તે હે! છેવટની પી સંપાદન કરનાર વિદ્યાર્થીનું વર્તન ખારીકાઈથી બેઈશું તેા ઘણે અંશે વિપરીતજ દશા જોવામાં આવે છે. જેમ વિદ્યા ભણતા જાય છે તેમ મગજમાં પવન વધતા જાય છે, શારીરિક અને માનસિક જરૂરીયાત વધતી જાય છે, વિદ્યાના વ્યસનને ખલે ફેશન, ગૃહસ્થતાના લક્ષણમાં પાન, તમાકુ, છીકણી, કિંમતી પાષાક, વાળની લટ ને સેથા, કપડાના કટા અને વધારા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com