________________
૧૪૧
પુણ્ય અને પરપીડનથી પાપ થાય છે તે સંપૂર્ણ રીતે સમજાય છે. ગમે તેમ હોય તે પણ એટલું તો નકકી છે કે દેવો કોઈ કાર્ય
કરે વા ન કરે પણ તેની મનને રાજી રાખે એવી વાત સાંભળતાં છે તે દેવનું ધ્યાન, રટણ અને રમણ તેટલા વખત સુધી થયા કરે છે જે છે તેથી ભાવના તે દેવમય થાય ખરી.
આ સંસારને વૃક્ષની ઉપમા આપેલી છે તેમાં મૂળ ઊંચે અને શાખા નીચે બતાવેલી છે તે શરીરના સાત ચક્રના વિચારથી સમજાય છે કે જગતનું મૂળ અવિદ્યા છે તે બ્રહ્મરત્વથી પ્રસરે છે અને જીવભાવે ચૈતન્યને ઓળખાવે છે માટે અજ્ઞાનને વશ
જીવ મનાય છે. તેને જ્ઞાન આપવા વ્યવહારમાં પ્રવર્તાવવા ગુરૂથી - આરમ્ભી શિવ, વિષ્ણુ, બ્રહ્માના ત્રણ ગુણના સ્વરૂપને શ્રીગણેશના ૧
સ્થલ રૂપમાં સમાવી જગતને વ્યવહાર ચલાવાય છે માટે જે ર પિમાં છે તે જ બ્રહ્માડમાં છે એમ માનવાનું છે.
પ્ર૦ ૩૨–આ જગત અવિદ્યામય છે અને બ્રાન્તિ છે તથા ચૈતન્ય શિવાય બીજું છે નહીં તે અવિદ્યા આવી કયાંથી અને ૩ બ્રાતિ કોને કેમ થઈ ? અને જેમ હાલ બ્રાનિત અનુભવાય છે
તેમ મોક્ષ પછી પાછી ન થાય એમ કેમ મનાય ?
ઉઉપદેશ કરવાના બે પ્રકાર છે. એક કાંઈ ન હોય તેમાં કાંઈ કલ્પી તે ઉપર રચના કરવી જેને અધ્યારોપ કહે છે અને બીજો પ્રકાર એ છે કે જે દેખાય છે તે ખરી વસ્તુ નથી ! એવી માન્યતાથી છેવટ સુધી “આ નહીં, આ નહીં' એમ કહી
જ્યારે કાંઈ ન અનુભવાય ત્યારે તે અનુભવ કરનાર કોઈ છે એમ મનાવાય છે એને અપવાદ કહે છે. આ બે પ્રકારે જગત કે જેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com