________________
seosescoesemenaeocoesoemen
૧૪૮ છે જ નહીં. સામ્રાટની નજરે દોઢ આનાની રેજીવાળો જેમ, સૂર્ય આગળ તસુની વાટમાં બળતી દીવી જેમ અને સાવજ આગળ કીડી જેમ જડ જેવી છે તેમ અક્ષર અવિનાશી, વ્યાપક, પરિપૂર્ણ પરમાત્માના ચિતન્ય આગળ પંચભૂત તેના કાર્ય, વાયુ, વાણિ, બુદ્ધિ વગેરે જડજ છે પણ પ્રતિમામાં તો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે માટે તેમાં ચૈતન્ય વિશેષ છે તેથી જડ બુદ્ધિને જગત જડ દેખાય છે પણ ખરી રીતે એક અદ્વિતીયજતત્વ સર્વ ભેદરહીત છે એમ અનુભવવું જોઈએ. વળી વૈદિક કર્મથી ચિત્તશુદ્ધિ સંપાદન કરી. દેવની ઉપાસનાથી ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરી અને ઉપનિવ૬, શારીરિક સૂત્રભાષ્ય અને ભગવદ્ગીતારૂપ પ્રસ્થાનત્રયીના રહસ્યની એકતાનતા અનુભવી પ્રારબ્ધ પ્રમાણે શુકદેવજી જેવા ત્યાગી, જનક, રામચંદ્ર કે શ્રીકૃષ્ણ જેવા ભોગી અથવા વણિક સમાન કર્માનુરાગી રૂપે પ્રવૃત્તિ કરવી જોઈએ.
આ પ્રમાણે આ મૂર્તિ મીમાંસાને પરમ સૂક્ષ્મ આશય ગ્રહી આ લધુ ગ્રન્થથી જનસમાજની થેડી પણ સેવા કરવાની પ્રેરણાને તરત અમલમાં મૂકવાની અમૂલ્ય સહાય માટે સુજ્ઞ શ્રીમાન સદ્ભક્ત નારાયણદાસ વિ. હિરાલાલ મુનિમને ધન્યવાદ આપી પરમ અવિનાશી સ્વરાજ્યની નિરંકુશા તૃપ્તિ પૂજ્ય ભારત ભૂમિના પવિત્ર કિરણમાં પ્રસરે એવી અભ્યર્થના છે. હરિ.
सर्वेऽत्र सुखिनः सन्तु सर्वे सन्तुनिरामयाः। सर्वेभद्राणिपश्यन्तु माकश्चिददुःखमाप्नुयात् ॥१॥ कालेवर्षतु पर्जन्यः पृथ्वी सस्यशालिनी । देशोऽयंक्षोभरहितो ब्राह्मणाः सन्तुनिर्भयाः ॥२॥
સુરSeeeeeeeeeeeeeeeee
+HS
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com