________________
૨૪
ભાન ભૂલી જઇ શિવના તાણ્ડવ નૃત્યમાં મનની વૃત્તિને રોકી શાન્ત પાડી ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની ત્રિપુટી વિસરી જવી પડે છે. પણું પ્રારબ્ધવશાત્ કરી જગત્લાવનામાં આવવાથી શ્રમિત. થયેલી ચિત્ત શકિતને અવિદ્યાવર્ધક પદાર્થથી ઉત્તેજીત કરવા જરૂર રહે છે માટે નિશા કરે છે પણ શાખ માટે નહિ. સ્વપુત્રના પરાક્રમથી પ્રસિદ્ધ થતા કરૂણામૂર્તિ સ્વયંભૂ પ્રભુ સર્વની રક્ષા કરે. चन्द्रोद्भासित शेखरे स्मरहरे गङ्गाधरे शंकरे सर्वैर्भूषितकण्ठकर्णविवरे नेत्रोत्थवैश्वानरे । तित्व कृतसुन्दराभ्वरधरे त्रैलोक्यसारेहरे मोक्षार्थं कुरु चित्तवृत्तिमखिला मन्यैस्तु किंकर्मभिः ॥ મહાદેવજી વાધામ્બર ધરે છે એનું કારણ એવું છે કે વાધામ્બર શીતે।ષ્ણાદિ ઉર્મીઓને સહન કરવામાં અસાધારણ ગુણવાળુ, મૃત્યુના ભય સૂચક અને આસૂરી સ ંપત્તિને રાજા જે વ્યાઘ્ર છે તેના ભાવ નષ્ટ કરવાથી સંપાદન થઈ શકે એવું હાવાથી તેને આસન કરે છે. ઇતર પ્રાણી ભય પામી આસનસ્થાને ઇજા કરી શકે નહિ માટે નિજ સ્વરૂપમાં ધ્યાન મગ્ન રહેવા પરમ એકાન્ત અને નિર્ભયતાત્મક વૃત્તિ દર્શાવે છે. ઉપર દર્શાવ્યા કારણસર મહાદેવજી સર્વ લેાકના સારરૂપ છે અને મેક્ષ આપી દુઃખ હરનાર હાવાથી ભવહર કહેવાય છે, કરૂણ્ણાવતાર છે અને યુદ્ધિ તત્વની પરા જ્ઞપ્તિથી હૃદયાકાશગત સૂક્ષ્મ તત્વ અવ્યક્તમાં તૃષ્ણા ક્ષયરૂપે બિરાજે છે. રાગમાં વિરામ, અશુચિતામાં શુચિતા, ભયમાં અક્ષય મ પરમાશ્ચર્ય મૂર્તિ મહેશ સર્વેનું નિર ંતર ક્લ્યાણ કરો.
कर्पूर गौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं । सदावसन्तं हृदयार्विन्दे भवंभवानी सहितंनमामि ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com