________________
૨૭
સા પાળત: છુપા માહી સ્થિતિઃ ઇત્યાદિરૂપા આ બ્રહ્મવિદ્યા છે; માટે એનાથી પર કાઇ છે નહિ તથા જગતના ભાગ અવિદ્યામાં છે; માટે કર્તૃત્વ ભાતૃત્વ ભાવ વિનાની આ પરા દેવી કુંવારી કહેવાય છે. આનાં દર્શન પછી જગત ત્રણે કાળમાં રહેતુંજ નથી તેથી મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીરૂપા અનાદિ અનન્ત સત્તારૂપ આ શક્તિ સર્વેને અખડાનન્દુ અર્પે છે.
ચાર વેદ, ષટ્ટ શાસ્ત્ર અને ૬૪ કલાવાળી બ્રહ્મવિદ્યારૂપ આ દેવીની ૬૪ કલાઓ છે; માટે ૬૪ યોગીનીનાં સ્વરૂપ દર્શાવવામાં આવેલાં છે. આ દેવી ગદા ધરે છે તેનું કારણ રજોગુણ સમૃદ્ધિને આધાર હાવાનું દર્શાવે છે અને ધન આપનાર ગણાય છે. અષ્ટમી તીથિ કે જે પાંચ ભૂત, સૂર્ય, ચંદ્ર અને પુરૂષ મળી આઠે મૂર્તિઓથી આખુ જગત વ્યાપક છે તે સર્વને પાષનાર યજ્ઞ છે તે દિવસે સમષ્ટિ તર્પણ માટે હવન થાય છે અને યજમાન પાતે નિરાહાર રહી અગ્નિદેવની ઉપાસના કરે છે. તેથી સ ંપત્તિ પ્રાપ્ત થાય છે માટે ધનની ઈચ્છાવાળાએ અગ્નિદેવની યજ્ઞરૂપે ઉપાસના કરવાનું વિધાન છે.
ધર્નામ જેવદુતાશનાત્ એમ કહેવાય છે. એવી વ્યવહાર તથા પરમાર્થમાં સિદ્ધિ આપનાર શ્રી આદ્યશક્તિ, ઉપનિમ્, વિદ્યારૂપી ધનુષવડે અને એકાર પ્રણવરૂપ શેર ( ભાલાં ) વડે સર્વ પ્રાણીએને મગળ આપેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com