________________
૧૩
શેષ ( બાકી ) રહે છે તે નિર્વિકાર છે, છતર ભૂતાનું કારણ છે અને પરમાત્માના દૃષ્ટાન્તરૂપ બને છે; તેવું આકાશ એજ તૈ લેાક છે અને તેના અધિપતિ વ્યાપક સ્વરૂપ વિષ્ણુરૂપે ઓળખાવે છે. સર્વે પદાર્થમાં આકાશ છે એથીજ સર્વ જગત્ વિષ્ણુમય કહેવાય છે. આખી પૃથ્વીને ભાર ધાર કરનાર શેષરૂપ આકાશશાયી ભગવાન છે એટલે કે પૃથ્વીથી જળ, જળથી અગ્નિ, અગ્નિથી વાયુ અને વાયુથી પરઆકાશ છે, સર્વના આધારરૂપ છે અને ખીમ્નું તત્વને નિશ્ચય કરતાં છેવટ આકાશ રહે છે તેનાથી પરચૈતન્ય મૂર્તિ દેવ વિષ્ણુ ભગવાન છે. કાઈને શંકા થાય કે `શેષ સર્પ છે. અને હજાર ણાવાળા છે તેના ઉપર ભગવાન પાઢે છે તે આવી આકાશની કલ્પના કેમ થઈ શકે ? આવી શકાના ઉત્તર એવા છે કે એજ માન્યતાથી સંકેત સમજવાને છે કે સંસારના માત્રપદાર્થોં પરિણામે વિશ્વરૂપજ છે. આકાશમાંથી અનંત પદાર્થોં ઉત્પન્ન થાય છે, માટે શૂન્યરૂપ વિયત વિષે મૂર્તિજ છે. સર્પ જેમ વાયુનું ભક્ષણ કરે છે, તેમ વિયત્ પણ વાયુતત્ત્વને ગળે છે અને તે માટેજ વિયત્ અધિષ્ઠાતા ચૈતન્ય દેવજ શેષશાયી ભગવાન છે. કાઈ કહેશે કે આકાશને ઝેર કહે તે આપણે આકાશમાં મરુતા કેમ નથી? તેના ખુલાસા એજ છે કે ઝેરની બનેલી ચીજને ઝેર જેમ વિષમ અસર નથી કરતી તેમ આપણાં શરી। આકાશમય છે માટે વિપરીત અસર થતી નથી. વિષમાંથી અમૃત સ્વરૂપ શેાધવું એજ વિષ્ણુ દર્શન છે. કીડીથી બ્રહ્મા પર્યંત સર્વ પદાર્થમાં વિરાગ પ્રાપ્ત થાય ત્યારેજ વિષ્ણુભક્તિની પરિપક્વતા થાય અને વિરાગ વૃત્તિને પ્રેમ લક્ષણા ભક્તિથી ઉત્કૃષ્ટ પદ પામવાની ઉત્સુકતામાં લીન કરી અનન્ય ભાવ ઉત્પન્ન કરવા માટે વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થવાની ઈચ્છા થાય છે. તેવી ભાવના સૂચવવા સર્પ જે ભય અને વિષમૂર્તિ છે તેનાથી ઈતર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com