________________
૯
વિચારને બહાર દર્શાવવાનું સાધન પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરીરૂપ ચાર પ્રકારની વાણી છે, તેથી વિચારના નિયંતા શ્રી ગણેશના ધ્યાન પછીજ આ શબ્દ બ્રહ્મમયી વાણી દેવીને નમસ્કાર કરવામાં આવે છે. મસ્તકમાં રહેલા ચિત્ત્વન સ્થાનના અધિષ્ઠાતા શ્રી ગણેશ છે, અને મુખમાં રહેલી રસનાની અધિષ્ઠાત્રી આ શક્તિ છે માટે તૃતત્તિ વિશ્વવાાિં તુળજીવ્યા; સ્વયમેવસંપદુ: એ ન્યાય સિદ્ધ કરનારી આ મંગળ મૂર્તિ છે; તેને શ્વેત પદ્માસના એ નામ આપવાના હેતુ એ છે કે ત્રિગુણાત્મક ભૂત, ભાતિક પ્રપંચ વિવિધ રૂપે ઉદ્ભવે છે, અને તેમાં આશક્તિ અનુસ્મૃત છે, છતાં સ્વકીય શુદ્ધિ તથા નિર્લેપત્વમાં સુસ્થિત રહે છે. આ દેવીને હાથમાં સ્માટીની માળા હાય છે તથા પુસ્તકારિણી પણ કહેવાય છે તે એમ સૂચવે છે કે પદાર્થરૂપમણિકા જુદા જુદા હૈાય છે પરમ સૂત્રરૂપ આત્મા એકજ આત્માની ચેતનતાને લીધેજ પદાર્થ ચૈતન્યવાળા દેખાય છે. એવું અભેદ જ્ઞાન વેમાંથી પ્રાપ્ત થાય છે, માટે વેદના અભ્યાસ નિત્ય કરવે એજ આશય લેવો નિત્ય મીયતામ્—થી દર્શાવેલ છે. માટેજ આ દેવી મહેતાજી એટલે ગુરૂ-આચાર્યની ઘેાડી છે. પરા, પશ્યન્તી અને મધ્યમાના ત્રણ પગે ખેાડી છે અને વૈખરીરૂપે વ્યવહરે છે. એ પ્રમાણે રાગમાં વિરાગરૂપ સાહિત્ય, સ ંગિત અને કલાની અધિષ્ઠાત્રી આદ્યશક્તિ સત્ત્વપ્રકૃતિ, પરાવિદ્યા, સર્વ દેવા, ઋષિએ અને મનુષ્યાને સર્વદા ઇચ્છિત ભાગ આપનાર હેાવાથી સદા વન્દન, સ્મરણ અને સેવન યેાગ્યાજ છે. ઋતિ શુભમ્ ।
*
::
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com