________________
ઈતિહાસના મુલ્ય.
ઝવેરી મુળચંદ આશારામ વૈરાટી. દુર્ભાગ્યે ઈતિહાસના મુલ્ય હજી આપણને સમજાયાં નથી. અને ઈતિહાસની અવગણના કરીને કેઈ પ્રજા ઉંચે જઈ શકી નથી. એ સામાન્ય સત્ય પણ હજુ આપણને બરાબર સમજાયું નથી, ખરેખર ! આપણને આપણું વર્તમાન સ્થિતિથી અસંતુષ્ટ હોઈએ અને આપણે આપણી પ્રજાને તેની આધુનિક સ્થિતિ, માંથી ઉંચે લઈ જવાની અભિલાષા સેવતા હોઈએ. તે ઈતિહાસના અનેક વિવિધ સાધને આપણે આપણી ભાવી પ્રજાના હાથમાં મૂકવા જોઈએ. '
એક પ્રજા પ્રગતિના કાળમાં કેવી રીતે ઉંચે જઈ શકી અને તેણે એના ઉત્કર્ષની સાધના કેવી રીતે કરી, ક્યા ક્યા ધીર વીર અને સંત પુરુષોએ એની પ્રગતીના સાધનમાં કે અને કેટલો ફાળે આવે. એજ પ્રજાની પડતી કેમ થવા લાગી. એના વિકાસ અને ઉન્નતિના પૂર કેમ ઓસારવા માંડયા. એની પ્રગતિને અટકાવવા કઈ કઈ શક્તિઓ સામે આવી. અને એ કાળના આગેવાનેએ શક્તિની સામે થવામાં કેમ નિષ્ફળ ગયા અને કેવા સંજોગો વચ્ચે કઈ ભૂલો થવા પામી કે જેથી એ પ્રજા વેરણ છેરણ થઈ અવનતીની દશાને પામી.
આવી સાચી સ્થિતિનું દર્શન કરાવતા ઈતિહાસના પાના જ્યાં સુધી આપણે આપણી ભાવી પ્રજાના હાથમાં મુકીશું નહીં અને આપણે આપણું અભ્યાસક્રમમાં ઈતિહાસની ગુંથણ કરીશું નહીં ત્યાં સુધી આપણી પ્રગત્તિની સાધનને સાચો વેગ મળવાનું નથી. આ જોતા સાચા ઈતિહાસના પ્રકાશનેની કીંમત કેટલી મોટી છે એ આપણે સમજવું જોઈએ.
મેવાડ એ તો ભારતવર્ષનું ગૌરવવંતું તિર્થસ્થાન છે. પ્રજાના જીવનમાં પ્રાણુ પુરનાર અનેક વીરે અને વીરાંગનાઓની એ જન્મભૂમિ છે. એને ઈતિહાસ દેશભક્ત રણવીર અને બલીદાન પાછળ સર્વસ્વ હેમિનાર વીરાના ઈતિહાસમાં મોખરે છે. એણે ધર્મ ટેક એને વહાલો ભૂમિની ઈજજત માટે જે બલીદાન દીધાં છે એ વાંચતાં તે એ ભૂમિ પ્રત્યે આશમાં શીર નમી જાય છે. હિંદુ સંસકૃતી અને હિંદુસ્તાનનું નામ જ્યાં સુધી બેલાતું હશે ત્યાં સુધી મહારાણું પ્રતાપસિંહ અને અણુના વખતે એના ચરણે સર્વસવની ભેટ ધરનાર જામશાહનાં નામ ભૂલવાના નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com