Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૨/૨)]
૩૩૫
છે, તેવા અચેતનસ્વભાવ ઉપર સહજપણે લક્ષ જવાથી ‘મારો જડસ્વભાવ છે. હું અજ્ઞાની છું, કામી છું - આ બાબતની સત્યતા તેના મગજમાં ઘૂસી જશે. તથા અચેતનસ્વભાવની જ શ્રદ્ધા પરાકાષ્ઠાએ પહોંચશે. તેથી વ્યવહારનયની આંખ બંધ કરીને પરમભાવગ્રાહકનયસ્વરૂપ શુદ્ધ નિશ્ચયનયની એક જ આંખ ખોલીને પોતાના આત્માને નિહાળવાનો અંદરમાં જ પ્રયત્ન કરવો. ત્યારે નિરાવરણ, નિત્ય પ્રગટ, નિરાબાધ (દુઃખશૂન્ય), નિશ્ચલ, નિર્વિકાર, અપરોક્ષ, અખંડ, આનંદપરિપૂર્ણ, ત્રૈકાલિક શુદ્ધ ચેતનસ્વભાવના અંદરમાં દર્શન થાય. આવો અપૂર્વ ચેતનસ્વભાવ ખ્યાલમાં આવતાં જ દેહાધ્યાસ, રાગાધ્યાસ, અજ્ઞાન વગેરેથી અશુદ્ધ થયેલી પરિણિત રવાના થવા માંડે છે. આ રીતે કર્મસાપેક્ષ અચેતનસ્વભાવ ગળવા માંડે, ટળવા માંડે. ટૂંકમાં, જેનાથી આપણું મુખ્ય પ્રયોજન સિદ્ધ થાય તેને જ અગ્રેસર કરવું. લોકમાં પણ કહેવત છે કે જે પાણીએ મગ પાકે, તે પાણીએ મગ પકાવવા.' ટૂંકમાં આપણા શુદ્ધ પૂર્ણ ચેતનસ્વભાવને અત્યંત ઝડપથી પ્રગટાવવા માટે અચેતનસ્વભાવદર્શક વ્યવહારનયને છોડી દેવો.” :- આ રીતે વ્યવહારનયનો ત્યાગ કરવામાં આવે તો એકનયમયત્વની આપત્તિ આવવાથી પ્રમાણની હાનિ થશે.
સ્યાદ્વાદની
=
* શુદ્ધનયને પ્રધાન બનાવતાં સમકિત પ્રગટે
:- ના, તમારી શંકા વ્યાજબી નથી. કારણ કે શુદ્ઘનયને મુખ્ય બનાવીને મોક્ષમાર્ગે આગળ વધવાથી ઉપયોગ અંદરમાં વળે છે, બહિર્મુખતા ટળે છે. અંદર શાંતરસમય ૫૨માનંદમય ચૈતન્યસ્વભાવની પ્રતીતિ થતાં ઉપયોગને વધુને વધુ અંદર વાળવાનો વીર્યોલ્લાસ ઉછળે છે. આ અપૂર્વ વીર્યોલ્લાસથી ગ્રંથિભેદ થાય છે. તેથી સમકિત મળે છે. તેથી તે જીવ સ્યાદ્વાદશાસનમાં - પ્રમાણમાર્ગમાં
મોક્ષમાર્ગમાં પ્રવેશ કરે છે. જિનશાસનમાં પારમાર્થિક પ્રવેશ મેળવવામાં તેને કોઈ અટકાવી શકતું ઢો
નથી. માટે અહીં સ્યાદ્વાદહાનિની કોઈ જ શંકા મનમાં ન રાખવી. બાકી શુદ્ધનિશ્ચયનયની ઉપેક્ષા કરીને માત્ર વ્યવહારનયનો પક્ષપાત કરવાથી તો કર્તૃત્વભાવ-ભોક્તત્વભાવ અત્યંત દૃઢ થશે. તેનાથી તમોગ્રંથિ વધુ નક્કર થશે. નિશ્ચયદૃષ્ટિ અને વ્યવહારષ્ટિ બન્નેનો સ્વીકાર કરવામાં પણ વ્યવહારદિષ્ટ જ અનાદિકાળથી અભ્યસ્ત હોવાથી તેનો જ પક્ષપાત વધુ ને વધુ દૃઢ બને છે. તથા તેમ કરવામાં પણ સમસ્યા તો ઉભી જ છે. તેથી ચૈતન્યસ્વભાવને પૂર્ણપણે - શુદ્ધપણે અત્યંત ઝડપથી પ્રગટ કરવાના આપણા પ્રયોજનની સિદ્ધિ માટે આત્મામાં અચેતનસ્વભાવને ગ્રહણ કરનારી વ્યવહારષ્ટિને છોડી જ દેવી. હા, ખ્યાલ રાખવો કે અહીં વાત વ્યવહારને છોડવાની નથી પણ વ્યવહારષ્ટિને છોડવાની છે. વ્યવહારનય = વ્યવહારદિષ્ટ = વ્યવહારશ્રદ્ધા છોડાવવાની અહીં વાત ચાલે છે. પોતાના શુદ્ધચૈતન્યસ્વભાવમાં નિશ્ચયદૃષ્ટિને દઢપણે સ્થાપીને સ્વભૂમિકાને યોગ્ય એવો વ્યવહાર ખુશીથી પ્રવર્તો. તેવું કરવામાં જિનાજ્ઞાની કોઈ પ્રકારે આશાતના કે હાનિ થવાની સમસ્યા નહિ આવે. મહોપાધ્યાયજી મહારાજે સવાસો ગાથાપ્રમાણ શ્રીસીમંધરજિનસ્તવનમાં આ જ આશયથી વાત કહી છે કે
-
-
“નિશ્ચયર્દષ્ટિ હૃદયધરીજી, પાળે જે વ્યવહાર,
પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર.” (૫/૪)
અહીં ચિત વ્યવહારને પાળવાની વાત કરી છે, વ્યવહારષ્ટિને ઉપાદેય જણાવેલ નથી. દૃષ્ટિ શ્રદ્ધા-રુચિ-લાગણી-પ્રીતિ-ભક્તિ-આસ્થા તો નિશ્ચયની જ રાખવાની.
છું
Col