Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩૩૪
[ અધ્યાત્મ અનુયોગ સહિત
જી હો જો ચેતનતા સર્વથા, લાલા વિના અચેતનભાવ; જી હો ધ્યાન-ધ્યેય ગુરુ-શિષ્યની, લાલા સી॰ ખપ શુદ્ધ સ્વભાવ?૧૨/૨(૧૯૬)
ચતુ
21
=
જો જીવનઈં સર્વથા (ચેતનતા=) ચેતનસ્વભાવ કહિયઈં, અચેતનસ્વભાવ (વિના=) ન કહિઈં, તો અચેતનકર્મ-નોકર્મ-*દ્રવ્યોપશ્લેષજનિતચેતનાવિકાર વિના શુદ્ધ (સ્વભાવ) સિદ્ધસદશપણું થાઈઁ, તિવારઈં ધ્યાન-ધ્યેય, ગુરુ-શિષ્યની સી ખપ થાઈ ? સર્વ શાસ્રવ્યવહાર ઈમ ફોક થઇ જાઈં.
શુદ્ધનઈં અવિદ્યાનિવૃત્તઈ પણિ સ્યો ઉપકાર થાઈ ? તે માટઈં “અલવળા યવાનૂ” કૃતિવત્ “અચેતન આત્મા” ઇમ પણિ કથંચિત્ કહિઈં. ૫૧૨/૨
परामर्शः
चेतनभाव एकान्ताद् विनाऽचेतनभावतः । ध्यानादिधर्मवैयर्थ्यं गुर्वादितत्त्वविप्लवः ।। १२/२॥
. આત્મા સર્વથા ચેતન નથી ક
શ્લોકાર્થ :- અચેતનસ્વભાવ વિના, સર્વથા જો ચેતનસ્વભાવ જ આત્મામાં માનવામાં આવે તો ધ્યાન વગેરે ધર્મસાધના વ્યર્થ જશે તથા ગુરુ વગેરે તત્ત્વનો ઉચ્છેદ થઈ જશે. (૧૨/૨) * ચેતનાનો વિકાસ કરી વિશુદ્ધિ વરીએ
આધ્યાત્મિક ઉપનય :- આપણામાં રહેલ ચૈતન્ય આવૃત (=આવરાયેલ) છે. જેટલા અંશમાં ચૈતન્ય પ્રગટ છે તે અલ્પ, અશુદ્ધ અને અવિકસિત છે. એવા ચૈતન્યને લીધે આપણે ચેતન હોવા છતાં કચિત્ અચેતન છીએ. આવું કહેવા દ્વારા શાસ્ત્રકાર પરમર્ષિઓને એવું અભિપ્રેત છે કે “આપણી ચેતનાને અનાવૃત = પ્રગટ, પૂર્ણ, પરિશુદ્ધ અને પ્રકૃષ્ટપણે વિકસિત કરીએ. તે જ આપણી તમામ સાધનાનું ૨Ā અંતિમ ધ્યેય છે. ‘દેહાધ્યાસ, રાગાધ્યાસ, નિજશુદ્ધસ્વરૂપનું અજ્ઞાન વગેરેથી વણાયેલી પરિણતિની દૃષ્ટિએ
આત્મા અચેતનસ્વભાવવાળો છે. તથા અનાદિ-અનંત સદા પ્રગટ સૂક્ષ્મ ચૈતન્યજ્યોતિની અપેક્ષાએ આત્મા . ચેતનસ્વભાવી છે' - આવું જ્ઞાન યદ્યપિ વ્યવહાર-નિશ્ચય બન્ને નયના વિષયનું ગ્રહણ કરવાના લીધે ઢો પ્રમાણભૂત છે. તો પણ આપણી દૃષ્ટિ-રુચિ તો માત્ર ને માત્ર નૈશ્ચયિક, નિત્ય, નિસ્તરંગ એવા ચેતનસ્વભાવ
.
ઉપર જ દઢપણે સ્થિર કરવી. જો ચેતન-અચેતન ઉભયસ્વભાવ ઉપર આપણી દષ્ટિને સ્થાપવામાં આવે તો ચેતનસ્વભાવને પૂર્ણસ્વરૂપે શીઘ્રપણે પ્રગટ કરવા માટે આપણો પુષ્કળ વીર્યોલ્લાસ ઉછળતો નથી. ‘હું ચેતન પણ છું અને અચેતન પણ છું’ - આવી શ્રદ્ધા થતાં માત્ર ચેતનસ્વભાવને જ અત્યંત ઝડપથી પૂર્ણસ્વરૂપે પ્રગટ કરવાનો વીર્યોલ્લાસ ક્યાંથી પ્રગટે ? ઊલટું અનાદિ કાળથી જેનો અભ્યાસ કરેલો
• લી.(૩) + લા.(૨)માં ‘શિવપદ’ પાઠ.
* લી.(૩)માં ‘પ્રયોગશ્લેષ' પાઠ.
× લી.(૧)માં ‘ધ્યાતા' પાઠ.