Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પ્રસ્તાવના
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
છઠ્ઠી ઢાળમાં - દિગંબરામ્નાય પ્રમાણે પર્યાયાર્થિકનયના ૬ ભેદ છે. તે આ પ્રમાણે – (૧) અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયા. | (૪) નિત્ય અશુદ્ધ પર્યાયા. (૨) સાદિ નિત્ય શુદ્ધ પર્યાયા. | (૫) કર્મોપાધિ રહિત નિત્ય શુદ્ધ પર્યાયા. (૩) અનિત્ય શુદ્ધ પર્યાયા. | (૬) કર્મોપાધિ સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયા.
પર્યાયાર્થિક નયના આ છ ભેદોનું વર્ણન કરીને નૈગમનયના ૩, સંગ્રહનયના ૨, વ્યવહારનયના ૨, ઋજાસૂત્રનયના ૨ અને શબ્દ-સમભિરૂઢ-એવંભૂત નયના એક એક એમ કુલ સાત નયના ૩+૨+૨+૨+૧+૧+૧=૧૨ ભેદો મળીને નવનયોના ૧૦+૬+૧૨=૨૮ ભેદોનું વર્ણન આ ઢાળમાં છે આ ૨૮ ભેદોના અર્થો ઉદાહરણો સાથે અહીં સમજાવવામાં આવ્યા છે.
સાતમી ઢાળમાં -
------- દિગંબરશાસ્ત્રને અનુસાર ૩ ઉપનયો આ ઢાળમાં સમજાવ્યા છે. (૧) સદ્ભૂતવ્યવહાર ઉપનય, (૨) અસક્ત વ્યવહાર ઉપનય, (૩) ઉપચરિત અસદ્ભુત વ્યવહાર ઉપનય. આ ત્રણે ઉપનયના અનુક્રમે ર+૯+૩ ભેદો છે. વચ્ચેના અસદ્ભુત વ્યવહાર ઉપનયના બીજી વિવફા પ્રમાણે ૯ ને બદલે ૩ ભેદ પણ છે. આ સઘળા ભેદ-પ્રભેદોનું વર્ણન આ ઢાળમાં છે.
આઠમી ઢાળમાં -
અધ્યાત્મદષ્ટિએ નિશ્ચયનય અને વ્યવહારનય આમ બે નયોનું વર્ણન આ ઢાળમાં છે. આ પ્રમાણે દિગંબરાસ્નાયને અનુસારે ‘નયચક્ર' ગ્રંથમાં કહ્યા મુજબ નયો, ઉપનયો અને અધ્યાત્મનો સમજાવીને આ ઢાળની ગાથા ૮ મીથી તેનું નિરસન કરેલ છે. તેઓએ ૭ નયને બદલે જે ૯ નયો કર્યા છે તેનું, તથા ૧૦-૬ વગેરે જે ઉત્તરભેદો કર્યા છે તેનું, તથા શાસ્ત્રસિદ્ધ નિશ્ચય વ્યવહારનયના અર્થો ત્યજીને નવા અર્થો જે કર્યા છે, તેનું અનેક પ્રકારની યુક્તિ-પ્રયુક્તિઓથી આ ઢાળમાં નિરસન કર્યું છે.
દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આમ મૂળભૂત ર નય છે. તેના ઉત્તરભેદ રૂપે ૭ નયો છે. તેને બદલે ૨+૩=૯ નયો કરવાથી ‘વહેંચાયેલાનું વહેંચવું” આવો દોષ લાગે. જેમ જીવના બે ભેદ છે સંસારી અને મુક્ત, તેને બદલે સંસારી-મુક્ત અને જીવ આમ ત્રણ ભેદ પાડીએ તો તે ઉચિત નથી. કારણ કે સંસારી અને મુક્તમાં જ બધા જીવો વહેંચાઈ ગયા. (આવી ગયા.) પછી ત્રીજા ભેદ તરીકે જીવ લેવાથી કોઈ પદાર્થ તો બાકી રહેતો નથી. તેમ અહીં સમજવું. આ રીતે નયો માટેની તેઓની (દિગંબરોની) આ પ્રક્રિયા બરાબર નથી.