Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૮
પ્રસ્તાવના
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (૫) ભિન્ન-ભિન્ન દ્રવ્યોનો અભેદરૂપે જો એક પર્યાય બને છે તો એક દ્રવ્યનો પર્યાય તેનાથી
અભિન્ન કેમ ન હોય? (૬) જો દ્રવ્યમાં પર્યાયોનું અભેદભાવે પણ અસ્તિત્વ ન માનીએ તો તે પર્યાયાત્મક કાર્ય
શશશૃંગની જેમ અસત્ થવાથી તે કાર્ય કદાપિ થાય નહીં. આ રીતે દ્રવ્યથી ગુણ-પર્યાયોનો અભેદ છે. નૈયાયિકો ભૂતકાળના પદાર્થને અસત્ માનીને તેના સ્મરણની જેમ અસત્ની ઉત્પત્તિ પણ ઘટાવે છે. પરંતુ ભૂતકાલનો પદાર્થ સર્વથા અસત્ નથી, ફક્ત તે પર્યાયાર્થિક નયથી જ અસત્ છે. દ્રવ્યાર્થિકનયથી સત્ છે. માટે સર્વથા અસત્ની સ્મૃતિ કે ઉત્પત્તિ થતી નથી. જો સર્વથા અસત્ વસ્તુ જ્ઞાનમાં જણાતી હોય તો કેવલ માત્ર જ્ઞાનવાદી એવા બૌદ્ધનો જ વિજય થાય. “મેં હમણાં ઘટ જાણ્યો” એવું જે જણાય છે. તે પણ અતીતપર્યાયમાં વર્તમાનતાનો આરોપ છે. આ રીતે તૈયાયિકાદિ એકાન્ત ભેદ, સાંખ્યાદિ એકાન્ત અભેદ માને છે. અને જૈનો અપેક્ષાએ ભેદભેદ છે. આમ કહે છે. આવી વાતો ત્રીજી ઢાળમાં કહી છે.
ચોથી ઢાળમાં -
આતપ અને અંધકારનું ઉદાહરણ આપીને ભેદ-અભેદ સાથે માનવામાં વિરોધ આવશે એવી શંકા ઉઠાવીને તેનો ઉત્તર આપતાં “પુદ્ગલદ્રવ્યમાં જેમ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ ઇન્દ્રિય ગ્રાહ્યતાની અપેક્ષાએ કંઈક ભિન્ન અને એકક્ષેત્રાવગાહીપણે કંઈક અભિન્ન છે. તેમ દ્રવ્ય-ગુણ-પર્યાયો ભિન્નભિન્ન હોઈ શકે છે. તેમાં કંઈ વિરોધ આવતો નથી.
કાચો ઘટ અને પક્વ ઘટ શ્યામ અને રક્તપણે ભિન્ન છે. છતાં ઘટપણે અભિન્ન છે. દેવદત્ત નામનો પુરુષ, બાલ-તરુણભાવે ન્યારો (ભિન્ન) છે. છતાં દેવદત્તપણે અભિન્ન છે. આ રીતે જડચેતન જેવા સર્વથા ભિન્ન જણાતા પદાર્થો પણ ‘દ્રવ્યપણાને... આશ્રયી અભિન્ન પણ છે જ. આમ સર્વત્ર ભેદભેદ ઉભયસ્વરૂપ હોવાથી કોઈ જાતનો વિરોધ આવતો નથી. બલ્ક હૃદયમાં ‘સ્યાદ્વાદ રાખીને જ બોલવાનું રહે છે.
દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવને આશ્રયી પદાર્થોના સ્વરૂપને સમજાવનારી અનેક ભેગી થાય છે. છતાં સંક્ષેપથી સર્વત્ર સપ્તભંગી જ કહેવાય છે. પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિક નયની અપેક્ષા વારાફરતી બદલતાં (૧)કથંચિભિન્ન, (૨) કથંચિત્ અભિન્ન, (૩) કથંચિત્ ભિન્ન-ભિન્ન, (૪) કથંચિત્ અવક્તવ્ય, (૫) કથંચિત્ ભિન્ન-અવક્તવ્ય(૬) કથંચિત્ અભિન્ન અવક્તવ્ય, (૭) કથંચિત્ ભિન્નાભિન્ન અવક્તવ્ય. આ સુંદર સપ્તભંગીનો અભ્યાસ જેઓ કરશે. તેઓનો યશ અને કીર્તિ આપોઆપ જગતમાં વધશે.