________________
નદી આવે છે. ત્યાંથી શ્રી શત્રુંજયગિરિ ઉપર ચડવાનો રસ્તો છે.આ પાગ,પૂર્વ દિશાએ આવેલ હોઈને તેને પૂર્વ દિશાની પાગ પણ કહેવામાં આવે છે.
ત્રીજી પાગને રોહીશાળાની માગ કહેવામાં આવે છે. અહીં રોહીશાળા ગામ તરફથી શ્રી શત્રુંજયગિરિ ઉપર ચડવાનો રસ્તો છે. રોહીશાળા ગામ પાસે એક બીજું ગામ છે. જ્યાં શ્રી આદિશ્વર ભગવાનનાં પગલાં છે. આ માર્ગેથી જતા યાત્રાળુઓ, પ્રથમ આ પગલાંના દર્શન કરીને શ્રી શત્રુંજય પર્વત ઉપર ચડવાની શરૂઆત કરે છે. આ પાગ દક્ષિણ દિશાએ આવેલી હોઈ, તેને દક્ષિણ દિશાની પાગ પણ કહે છે. ચોથી પાગ તે “ઘેટીની પાગ'ના નામે ઓળખાય છે. અહીં ઘેટી નામનું ગામ નજીક હોવાથી તેનો ધેટીની પાગ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. અહીં આતપર યાને આદિપુર - આદપુર ગામ આવેલું છે. શ્રી શત્રુંજયગિરિ ઉપર આ ગામથી ચડવાનો રસ્તો છે. અહીં આતપુરમાં એક સુંદર – ધર્મશાળા, ભાથાખાતું, મંદિર વગેરે છે. હાલમાં એક નવું મંદિર પણ બની રહ્યું છે. આ રસ્તો પશ્ચિમ દિશાએ આવેલો હોઈ, તેને પશ્ચિમ દિશાની પાગ કહેવામાં આવે છે. જૈનોના ગ્રંથો પ્રમાણે, આદિશ્વર ભગવાને આ રસ્તેથી પૂર્વ નવ્વાણુ યાત્રાઓ કરી હતી. આને કારણે, આજે જૈનોમાં શત્રુંજય ઉપર નવ્વાણુ યાત્રાઓ કરવાનું ઘણું મહત્ત્વ છે.
એમ માનવામાં આવે છે કે આ સિવાય શ્રી શત્રુંજય ઉપર ચડવાના બીજા રસ્તાઓ હતા. પણ હાલ તે અસ્તિત્ત્વમાં નથી. આમ છતાં, હજી પણ એક રસ્તો ઘેટીની પાગ અને રોહીશાળાની પાગ વચ્ચે આવેલો છે. એ બાજુ રહેનારા આજે પણ શ્રી શત્રુંજય ઉપર જવા માટે એ રસ્તાનો ઉપયોગ કરે છે. આ રસ્તો થોડો ટૂંકો પણ છે.
પાલિતાણા શહેરથી શત્રુંજય પર્વતની તળેટી સુધી વચમાં અનેક જૈન મંદિરો છે. એક આગમ મંદિર પણ છે. મોટે ભાગે યાત્રાળુઓ, યાત્રાની શરૂઆત આ પાગથી તળેટીમાં પ્રસ્થાપિત પાદુકાઓની આગળ ચૈત્યવંદન કરીને કરે છે.