________________
યથાર્થ વસ્તુ વિચાર માટે સ્યાદવાદ અનિવાર્ય છે. સ્યાદવાદના સિદ્ધાંત વિના વસ્તુનું સાચું અને પૂર્ણ સ્વરૂપ ન સમજાય. જૈન ધર્મે દુનિયાના તત્ત્વજ્ઞાનમાં આ ફિલસૂફી દ્વારા એક મહત્ત્વનો અને મોટામાં મોટો ફાળો આપ્યો છે તેમ અતિશયોક્તિ વિના કહી શકાય.
અહિંસક વિચારોની પ્રક્રિયા તે અનેકાન્તવાદ અને સ્યાદવાદ એ અહિંસક વિચારોની અભિવ્યક્તિ છે. અર્થાતુ અનેકાંતવાદનો સંબંધ વિચારોની સાથે છે, જ્યારે સ્યાદવાદ એ વિચારોને અનુરૂપ અહિંસક ભાષાની શોધ કરે છે. જેથી વિચારોની અભિવ્યક્તિ થઈ શકે.
જૈન ફિલસૂફી સમસ્ત માનવજાતિને સર્વકાલ માટે લાગુ પડે છે. તે એક વ્યક્તિની અગર રાષ્ટ્ર પુરતી મર્યાદિત નથી. એથી આગળ વધીને કહી શકાય કે તે સમસ્ત વિશ્વની જીવંત સૃષ્ટિને લાગુ પડે છે. જૈન ધર્મની કર્મની ફિલસૂફીમાં ચુસ્તપણે માનનાર વ્યક્તિ કૃષિકાર્ય અને પશુદોહનમાં પણ હિંસા જુએ છે અને એ પ્રવૃત્તિઓ અંગીકાર કરતા નથી. પછી તેમાં તેને ગમે તેટલો આર્થિક અને દુન્યવી લાભ દેખાતો હોય, તેને તે જૈન ધર્મ નિરૂપેલ પાપ કર્મની પ્રવૃત્તિ માને છે.
IS ૧૩૮ NNN