________________
શ્રી વૈશાલી તીર્થ
વૈશાલીનો ઈતિહાસ ભવ્ય, વૈવિધ્યપૂર્ણ, વિપુલ અને ગૌરવશાળી છે. પૌરાણિક માન્યતા પ્રમાણે, વૈશાલીમાં મનુ ભગવાનના વારસદાર રાજા સુમતિ રાજ્ય કરતા હતા. ત્યારે શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણ તેમના ગુરૂ મહર્ષિ વિશ્વામિત્રના આદેશથી જનકપુર જતાં, વૈશાલી થઈને ગયા હતા. રામાયણમાં કરેલા ઉલ્લેખ મુજબ, વૈશાલીના સોનાના ગુંબજ અને ઊંચા મિનારાઓથી, શ્રી રામચંદ્ર અને લક્ષ્મણ આકર્ષિત થયા હતા. મહર્ષિ વિશ્વામિત્રે વૈશાલીના વખાણ કરતાં કહ્યું હતું કે ભૂતકાળમાં વૈશાલી મોટી વસતીવાળું સમૃદ્ધ શહેર હતું. દેવો અને રાક્ષસોએ સમુદ્ર મંથન કરતાં પહેલાં અહીં પરસ્પર વિચાર વિનિમય કર્યો હતો. પૌરાણિક કથાઓમાં એમ પણ કહેવાયું છે કે ઈન્દ્ર પૃથ્વી ઉપર વૈશાલીને પોતાના રહેવાના સ્થાન તરીકે પસંદ કર્યું હતું.
કહેવાય છે કે વૈશાલીની સ્થાપના ઈક્વાકુ અને અલંબુષાના પુત્ર વિશાલ રાજાએ કરી હતી. તેમને કેટલાંયે ગામો જીતીને રાજ્યને વિશાળ બનાવ્યું હતું એટલે એનું નામ વૈશાલી પડ્યું.
લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં, દુનિયામાં જ્યારે પ્રજાસત્તાક કે ગણરાજ્યનો ખ્યાલ પ્રચલિત ન હતો ત્યારે અહીં વૈશાલીમાં વિકસિત ગણતંત્ર હતું. કહેવાય છે કે ત્યારે કુલ વસતિ તો ૧,૬૮,૦૦૦ એક લાખ અડસઠ હજારની) હતી પણ તેમાંથી ૭૭૦૭ કુટુંબના પુરુષોને રાજ્ય સંચાલનમાં અને રાજ્ય વહીવટ અંગેના નિર્ણયોમાં ભાગ લેવાનો અધિકાર હતો. તેમની સભા મળતી અને રાજ્યના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવતી. આ ૭૭૦૭ સભ્યો સભામાં મત આપવાનો અધિકાર ધરાવતા અને રાજ્ય વહીવટ અંગેના નિર્ણયો લેતા. તેમનામાંથી રાજ્ય વહીવટ ચલાવવા માટે ચાર વહીવટદારો ચૂંટાતા જે રાજા, ઉપરાજા, સેનાપતિ અને ભાંડાગારિક ભંડારી અર્થાત્ નાણાંપ્રધાન કહેવાતા. તેમને આધુનિક પ્રધાન મંડળ સાથે સરખાવી શકાય. તેમની વચ્ચે સમાનતાની ભાવના
SSSSS ૧૫ર
AS