________________
હોય તેવું લાગે છે. સ્તંભ ઉલટા કમળના આકારની કુંભી ઉપર બાંધવામાં આવેલ છે. કમળનો ભાગ આજે મોજૂદ નથી. સ્તંભની ઊંચાઈ ૧૮.૩ મીટરની છે. સ્તંભની બાજુમાં ૧૯૫૮ની સાલમાં ખોદકામ કરતાં ખંડિયેર હાલતમાં એકસ્તૂપ મળી આવ્યો છે, એમ કહેવાય છે કે કુશીનારાથી એક પાત્રમાં અર્થાત્ મૂલ્યવાન વસ્તુઓ મૂકવાની મંજૂષામાં, ભગવાન બુદ્ધનાં અવશેષો લાવીને તેને અહીં પ્રસ્થાપિત કરીને, સ્તૂપ બાંધવામાં આવ્યો હતો. બાજુમાં ખંડિયેર હાલતમાં પડેલા બીજા ત્રણ-ચાર નાના સ્તૂપો પણ મળી આવ્યા છે.
અહીંથી થોડે દૂર ખોદકામ કરતાં એક બીજો સ્તૂપ મળી આવ્યો છે. એમ માનવામાં આવે છે કે ઈ.સ.પૂર્વે ૩૮૩ની સાલમાં દુનિયાના દેશોને આવરી લેતી બૌદ્ધધર્મની એક ચર્ચાસભા અહીં વૈશાલીમાં મળી હતી, ત્યારે આ સ્તૂપ બાંધવામાં આવ્યો હતો. ખોદકામ કરતાં ભગવાન બુદ્ધનાં પાર્થિવ શરીરને અગ્નિદાહ આપ્યા પછી તેની ભસ્મના ૧/૮ આઠમા ભાગથી ભરેલી એક મંજૂષા મળી આવી હતી. સાથે ભગવાન બુદ્ધની માટીની બનાવેલી એક મૂર્તિ પણ મળી આવી હતી. તે ઉપરાંત, કેટલાક શિલાલેખો પણ મળી આવ્યા હતા. જે આજે દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે. આ સ્તૂપનો આકાર ખુલ્લા ગુંબજ જેવો છે.
આ સિવાય અહીંયા એક નાનું ચતુર્મુખી મહાદેવનું મંદિર છે. જેમાં એક બાજુએ કવચ કુંડલવાળી સૂર્યની મૂર્તિ અને બીજી ત્રણ બાજુએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિઓ છે.
વૈશાલીથી ચાર કિલોમીટરના અંતરે આજે જેને વાસુકુંડ કહે છે તે ગામ આવેલું છે. દિગંબર પંથની માન્યતા મુજબ આ ગામમાં જૈનોના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હતો અને મહાવીર સ્વામીએ એમના સંસારિક જીવનનાં ૨૯ વર્ષ અહીં વીતાવીને આ ગામમાં દીક્ષા ગ્રહણ કરી હતી. આમ દિગંબર પંથની માન્યતા મુજબ ભગવાન મહાવીરનાં ત્રણ કલ્યાણક ચ્યવન, જન્મ અને દીક્ષા અહીં થયાં હતાં.
આ જગાએ એક નાનું પટાંગણ બનાવવામાં આવ્યું છે અને તેની
૧૫૫