________________
જૈન ધર્મની દ્રષ્ટિએ કર્મની ફિલસૂફીની એક ઉપરછલ્લી રૂપરેખા આપી છે. જૈન ધર્મ કર્મની ફિલસૂફીમાં ઘણો ઊંડો ઊતર્યો છે અને કર્મની ફિલસૂફીની ઘણા વિસ્તારથી છણાવટ કરી છે અને તેના સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. કર્મની ફિલસૂફી એ જૈનધર્મની માનવજાતિને એક મોટી દેણ છે. કર્મગ્રંથ નામના જૈન ગ્રંથમાં એ ફિલસૂફીની વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે.
એવી જ બીજી ફિલસૂફી, જૈન ધર્મે માનવજાતિને આપી તે અનેકાન્તવાદની છે. જૈન ધર્મના સિદ્ધાંતનું મૂળ અહિંસા છે. જીવો અને જીવવા દો એ એનું સૂત્ર છે, અહિંસાનું પાલન, અનેકાન્તવાદની દ્રષ્ટિ વગર સંભવિત નથી. અહિંસાનો સિદ્ધાંત એ ભગવાન મહાવીરના જીવનમાં અગ્રિમ સ્થાને હતો. અહિંસાના સિદ્ધાન્તને મન, વચન અને કાયાથી જીવનમાં ઊતારીને તેનો ઉપદેશ આપવા તેમને આખું જીવન વીતાવ્યું અને તેને માટે જીવનમાં અપ્રતિમ તપસ્યા કરી, ભગવાન મહાવીરની દ્રષ્ટિએ વિશ્વના અણુએ અણુમાં જીવન વ્યાપ્ત છે અને જેમ દરેક વ્યક્તિને પોતાનું જીવન વહાલું હોય છે તેમ દરેક અણુમાં વસેલા જીવને તેનું જીવન વહાલું હોય છે. આથી, બીજા જીવને કોઈ ઈજા ન થાય અગર થોડામાં થોડી ઈજા થાય તે દ્રષ્ટિ રાખીને તેઓ જીવન જીવ્યા. જીવોને કષ્ટ નહિ આપવું એ શારીરિક અહિંસા છે. બીજના વિચારો પર પ્રહાર ન કરવો, તેને સમજવાની કોશિશ ન કરવી તે માનસિક અહિંસા છે. અનેકાન્તવાદ આનું સ્વરૂપ છે.
આ બીજી કોઈ જીવને ઈજા ન કરવાની તેમની આજીવન દ્રષ્ટિમાંથી બીજાઓના વિચારોને અને માન્યતાઓને પણ કોઈ ઈજા ન થાય તેવું દ્રષ્ટિબિંદુ તેમને લાગ્યું અને આમ બીજાના વિચારો અને દ્રષ્ટિબિંદુને સમજવાની અને તેને યોગ્ય સ્થાન આપવાની વિશાળ દ્રષ્ટિ તેમને ખીલવી અને અમલમાં મૂકીને, અનેકાન્તવાદના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું.
પોતાના જ મતને પકડી રાખવો એમાં અહંકાર પણ છે. સત્ય જાણવાનો એક જ માર્ગ નથી પણ જે સત્યનો માર્ગ સમજવાની કોશિશ કરે છે અને સત્યનો માર્ગ સમજી શકે છે તે કદી પોતાના મત વિશે દુરાગ્રહી હોતો નથી. સત્યને માર્ગે ચાલનારમાં સહિષ્ણુતા હોય, સહઅસ્તિત્ત્વની
S ૧૩૬