________________
કહી શકાય. હેલીકોપ્ટર દ્વારા પણ ભાગ્યે જ શક્ય બની શકે. આમ છતાં આ રોપવેની “રાઈડ' યાને ટૂંકી મુસાફરી ઉત્તેજના પ્રેરક છે. તે જેમ જેમ ઉપર જાય છે તેમ તેમ ખીણનું બદલાતું જતું દ્રશ્ય, ઘણું આહલાદ્ધ અને આનંદ પ્રેરક લાગે છે. ઉપર ગયા પછી તો ચારે બાજુની ટેકરીઓનું દ્રશ્ય ઉન્માદ પ્રેરક બની રહે છે. પર્યટકો માટે તો આજે રાજગિરિમાં આ રજ્જમાર્ગ અને તેની “રાઈડ'ની ટૂંકી મુસાફરી એક આકર્ષણ બની ગયું
જૈન સાહિત્ય પ્રમાણે જૈનોનો રાજગૃહ સાથેનો સંબંધ ભગવાન મહાવીરના સમય પહેલાંનો છે. તીર્થકર વાસુપૂજ્ય સિવાય બાકીના બાવીસે તીર્થકરોના સમવસરણ યાને વ્યાખ્યાન સભા મંડપો અહીં લાવવામાં આવ્યા હતા એમ જૈન શાસ્ત્રો કહે છે
અહીં જ વિપુલાચલ પર્વત પર ભગવાન મહાવીરને કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ છાસઠમા દિવસે શ્રાવણ વદ પ્રતિપદાને દિવસે પહેલો ઉપદેશ આપ્યો હતો. દિગબંર પંથની માન્યતા મુજબ ઈન્દ્રભૂતિ ગૌતમ જે પાછળથી મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી તરીકે ઓળખાયા તેમને આ પ્રથમ દિવસના સમવસરણમાં પ્રવેશ કરીને ભગવાન મહાવીરનાં દર્શન કર્યા અને એમની વીતરાગતાથી પ્રભાવિત થઈ સંસારની માયા છોડીને અપરિગ્રહી બની દિગમ્બર મુનિ થયા, અને મનપર્યવજ્ઞાન પામ્યા. જૈન ગ્રંથો પ્રમાણે, આ સ્થળેથી અનેક ઋષિ મુનિઓએ નિર્વાણપદ પ્રાપ્ત કર્યું છે. અન્તિમ કેવલી શ્રી સુધર્માસ્વામી અને જબુસ્વામી પણ અહીં વિપુલાચલની ટેકરી ઉપર જ નિર્વાણ પામ્યા હતા. આમ જૈન ધર્મીઓ માટે રાજગૃહ સિદ્ધભૂમિ છે. આજે રાજગિરિની આધુનિક ધાર્મિક મહત્તા, મુખ્યત્વે જૈન ધર્મીઓના કારણે છે. અહીંના બધા પહાડો ઉપર જૈન મંદિરો છે. અત્યારના નવા મંદિરો પ્રાચીન મંદિરોના અવશેષો પર બનાવેલ છે. જૈન ધર્મીઓ ઊંચી જગાઓના પ્રેમીઓ હોવાને કારણે તેમનાં મુખ્ય યાત્રાનાં સ્થળ સમેતશિખર, શત્રુજ્ય, જુનાગઢ, આબુ, તારંગા વગેરે ટેકરીઓ ઉપર છે તેમ અહીં પણ લગભગ બધાંજ મંદિરો ટેકરીઓ ઉપર જ બાંધેલાં છે. વિપુલાચલ પર્વત
S
૧૪૫
NNNN