________________
શકાય છે. રાજ બિંબિસાર જેલમાંથી હંમેશા ભગવાન બુદ્ધનાં દર્શન કરીને, જીવનની કૃતકૃત્યતા અનુભવતા અને આશ્વાસન મેળવતા. જૈન ગ્રંથો પ્રમાણે બિંબિસારનું નામ શ્રેણિક હતું. શરૂઆતમાં તેઓ બુદ્ધ ધર્મી હતા, પણ વૈશાલી ગણતંત્રના ગણાધીશ રાજા ચેટકની પુત્રી ચેલના સાથે લગ્ન કર્યા પછી, જૈન ધર્મના ઉપાસક બન્યા હતા. રાજા શ્રેણિક ધણા ઉદાર, અત્યંત ધર્મનિષ્ઠ અને દયાવાન હતા. જૈન શાસ્ત્રો પ્રમાણે, શ્રેણિક રાજનો જીવ, આવતી ચોવીસીમાં શ્રી પદ્મનાભ નામના પહેલાં તીર્થકર બનશે.
શ્રેણિક રાજાને ત્રણ પુત્રો હતા. અભયકુમાર, વારિષણ અને અજાતશત્રુ. અભયકુમારે અને વારિષેણે દીક્ષા ગ્રહણ કરી સાધુપણું અંગીકાર કર્યું હતું, એટલે શ્રેણિક રાજાની ગાદીએ અજાતશત્રુ આવ્યા. કોઈ ધર્મનેતાની દોરવણીથી અજાતશત્રુએ પિતાને કારાવાસમાં પૂર્યા. એક દિવસ ભૂલ સમજાતાં તેઓ અત્યંત દુઃખી થયા અને પિતાને કારાવાસમાંથી છોડી દેવા દોડતા કારાવાસમાં આવ્યા. શ્રેણિક રાજાને લાગ્યું કે પુત્ર તેમને મારવા આવે છે એટલે જાતે જ પોતાનું શિર પત્થરો સાથે પછાડીને મૃત્યુને શરણ થયા. અજાતશત્રુને આથી ધણો પશ્ચાતાપ થયો અને દુઃખ સહન ન થવાથી તે રાજગૃહ છોડીને ચંપા નામે બીજી નગરી વસાવી ત્યાં રહેવા ગયા.
એમ કહેવાય છે કે અજાતશત્રુના પુત્ર અને ઉત્તરાધિકારી રાજા ઉદયને અજાતશત્રુને પણ તડપાવી તડપાવીને મારી નાખ્યા હતા, અને પોતાની રાજધાની રાજગૃહથી ખસેડીને પાટલીપુત્ર અર્થાત્ આજના પટણામાં સ્થાપી હતી, ત્યારથી રાજગૃહની રાજકીય મહત્તા ઓછી થઈ ગઈ અને તેની પડતી થઈ.
રાજગૃહીની મહત્તા અને પવિત્રતા તો તેની સાથે ગૌતમબુદ્ધ અને મહાવીર સ્વામીની સ્મૃતિઓ જોડાયેલી છે તેને લીધે અકબંધ રહી છે, અને વધી છે. મહાવીર સ્વામીએ અહીં અને નાલંદામાં જિંદગીનાં ચૌદ વર્ષ અભ્યાસ અને ધ્યાનમાં વિતાવીને ઉપદેશ આપ્યો હતો. તેમના અનુયાયી બનવાની અને શિષ્યો થવાની શરૂઆત, અહીંથી જ થઈ હતી. ગૌતમ
SSSSS ૧૪૨ SSSSSSSSSSSSSSS