________________
પાદુકાઓ આવે છે. આ બધીએ ટૂકો શ્વેતાંબરપંથી જૈનોની છે, પણ રાજુલમતિજીની ગુફાના ઉપરના ભાગમાં એક આંગણમાં દિગમ્બરપંથી જૈનોનું મંદિર પણ છે. તેમાં મૂળ નાયક શ્રી નેમિનાથ ભગવાન છે. આ જ આંગણમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી બાહુબલિજીનું મંદિર છે.
ગૌમુખી ગંગાની આગળ એક રસ્તો સહસ્ત્રાવન તરફ જાય છે, જ્યાં નેમિનાથ ભગવાને દીક્ષા લીધી અને તેમને કેવલજ્ઞાન થયું તે બે, કલ્યાણકોનાં સ્થળો છે. ત્યાં શ્રી નેમિનાથની ચરણ પાદુકાઓ પણ છે.
ગૌમુખી ગંગાની આગળ શ્રી નેમિનાથ ભગવાનના ભાઈ શ્રી રહનેમિનું મંદિર છે. આગળ જતાં શ્રી નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા શ્રી અંબાજી માતાની ટૂક આવે છે.
અહીં નીચે મુજબ પાંચ ટૂંકો આવેલી છે. ૧) પહેલી ટ્રક - શ્રી નેમિનાથ ભગવાનની. (૨) બીજી ટૂક - શ્રી અંબાજી માતાની (૩) ત્રીજી ટૂક - ઓઘડ શિખર - જ્યાં નેમિનાથ ભગવાનનાં ચરણો
અને શ્રી સામ્બ કુમારની ચરણ પાદુકાઓ છે. (૪) ચોથી ટૂંક – ઓઘડ શિખર આગળની ગુરૂદેવ દત્રાત્તયની ટૂક છે ત્યાં
શ્રી નૈમિનાથ ભગવાનનાં ચરણો અને શ્રી પ્રદ્યુમ્નકુમારની ચરણ
પાદુકાઓ છે. (૫) પાંચમી ટૂંક - જ્યાં શ્રી નેમિનાથ ભગવાન તથા ગણધર વરદત્ત
મુનિની ચરણ પાદુકાઓ છે. ગિરનારની મહત્તા ધાર્મિક દ્રષ્ટિએ ઘણી મોટી ગણવામાં આવે છે. જૈન ધર્મનાં પર્વત ઉપર આવેલાં પાંચ મુખ્ય યાત્રા ધામો (૧) શત્રુજ્ય (૨) સમેતશિખર (૩) ગિરનાર (૪) આબુ અને (૫) તારંગામાં તેની ગણના કરવામાં આવે છે.
S