________________
તથા જંગલી પ્રાણીઓથી બચાવ કરવામાં તેમનું જીવન વિતાવતા હતા. વળી કુંવારી કન્યાઓના શિયળનું પણ રક્ષણ કરતા હતા. તેઓ ધનુષ્યબાણ વડે દુષ્ટો જોડે યુદ્ધ કરી તેમને હરાવતા. તેઓ ઘણા શૂરવીર હતા. તેથી તે મરણ પામીને ઘંટાકર્ણ મહાવીર દેવ નામે દેવભૂમિમાં સમક્તિ દેવ થયા, અને બાવન વીરોમાં તેમની ગણના થઈ. આ બાવન વીરો સર્વના ભલાના રક્ષક હોઈને, તેમને જૈન, હિંદુ, બૌદ્ધ વગેરે ધર્મવાળા માને છે અને પૂજે છે. પૂર્વભવમાં તેમના હાથમાં ધનુષ્યબાણ હતાં, તેથી હાલની તેમની મૂર્તિ હાથમાં ધનુષ્યબાણ સહિતની છે.
અહીંયા દર વર્ષે આસો વદ ૧૪ના દિવસે ખૂબ ધામધૂમથી વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે, અસંખ્ય યાત્રાળુઓ અહીં આવે છે અને ઘંટાકર્ણ મહાવીરના મંદિરમાં જૈન ધર્મની વિધિ પ્રમાણે હવન કરે
જૈન પૂર્વાચાર્યોએ મંત્રપ્રવાદપૂર્વમાંથી અનેક મંત્રોનો અને વિદ્યાઓનો અભ્યાસ કરીને મંત્રકલ્પ શાસ્ત્રોની રચના કરી છે. હાલમાં જૈનશાસ્ત્રમાં અનેક પ્રકારના મંત્રકલ્પ અસ્તિત્વમાં છે. ઉવસગ્ગહર મંત્ર કલ્પ, શાંતિનો મંત્રકલ્પ, મોટી શાંતિનો મંત્રકલ્પ, સંતિકરમનો મંત્રકલ્પ, ત્રિજ્યપહત્ત નમિઉણનો મંત્રકલ્પ, ભક્તામરનો મંત્રકલ્પ અને ઋષિમંડળનો મંત્રકલ્પ. જૈન શાસ્ત્રોમાં, જૈનોના સોળ સંસ્કારના મંત્રો છે.તે મંત્રપ્રવાદ નામના પૂર્વમાંથી તૈયાર કરવામાં આવ્યા છે. જૈનાચાર્યો સૂરિમંત્રની આરાધના કરે છે અને સૂરિમંત્ર યંત્રને પૂજે છે. ઉપાધ્યાયો વર્ધમાન વિદ્યાની આરાધના કરે છે અને શ્રાવકો ઋષિમંડલ મંત્રની આરાધના કરે છે.
અષ્ટોત્તરી સ્નાત્ર, શાંતિ સ્નાત્ર અને લઘુશાંતિ સ્નાત્રની રચના શ્રી હીરવિજય સૂરીશ્વરજીના સમયમાં કરવામાં આવી હતી. તેમાં નવગ્રહપૂજન, દશ દિગ્ગાલ પૂજન, ચોવીસ તીર્થંકરોના યક્ષ-યક્ષિણીઓના મંત્ર તથા તેઓનું પૂજન છે અને નવગ્રહાદિકને નૈવેદ્ય ધરવા વગેરેની માહિતી છે. પ્રતિષ્ઠા મંત્રકલ્પમાં ઘંટાકર્ણવીરની મંત્ર-યંત્રવાળી થાળી અને
STS ૫૫