________________
પાટણ : જીનાલયોનું નગર
પાટણ એ અતિ પ્રાચીન અને ભારતમાંના સુપ્રસિદ્ધ નગરોમાંનું એક નગર છે. નવમા સૈકાની શરૂઆતથી ચૌદમા સૈકાના મધ્યભાગ સુધી લગભગ સાડા પાંચ સૈકા સુધી એ ગુજરાતનું પાટનગર હતું.
પાટણ શહેર ગુજરાતના રાજા વનરાજા ચાવડાએ વસાવ્યું હતું. તેનું વાસ્તુવિધાન જૈન મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવ્યું હતું. વનરાજ ચાવડાના મદદગાર, ગાયોના ચારનાર અણહિલ નામના એક ભરવાડે આ જગાને શુકનવંતી માનીને વનરાજ ચાવડાને અહીં પાટણ શહેર વસાવવા જણાવ્યું. અહિલે આ જગા ઉપર, બળવાન કૂતરાની સામે એક શિયાળને થતાં જોયું અને તેને આ જગા શુકનવંતી લાગી.
વનરાજે અણહિલના કહેવા મુજબ આ જગાએ પાટણ શહેર વસાવ્યું અને અણહિલ ભરવાડના નામ ઉપરથી તેનું નામ અણહિલપુર પાટણ આપ્યું.
પાટણ એ ઐતિહાસિક નગર અને ગુજરાતની જૂની રાજધાનીનું શહેર માત્ર ન હતું પણ તે સંસ્કૃતિનું અને જૈનોનું, યાત્રાનું ધામ પણ હતું. ગુજરાતમાં અમદાવાદની સાથે સાથે, પાટણે તેની સંસ્કારિતા, કલા જીવનની ભાવનાઓ અને આચાર વિચારોના વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો છે.
વળી આર્થિક અને વ્યાપારી દ્રષ્ટિએ પણ પાટણે ગુજરાતને વિકસાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. એક સમયે એ ભારતવર્ષમાં ઘણું સમૃદ્ધિવાન નગર હતું, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના રાજ્ય દરમિયાન એ જાહોજલાલીની ટોચ પર પહોંચ્યું હતું.
પાટણનાં પ્રાચીન મંદિરો અને મહાલયો તો આજે ભસ્મીભૂત થઈ
૫૮