________________
પુત્ર શ્રી ભરત ચક્રવર્તીએ અહીં આદિનાથ ભગવાનનું મંદિર બનાવીને ચતુર્મુખ પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી હતી. વળી જૈન શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે યુગોથી અસંખ્ય જૈન મુનિઓ અહીં મંદિરોમાં દર્શન કરવા આવતા. એમ પણ કહેવાય છે કે, જૈનોના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરે પણ આ ભૂમિને પાવન કરી હતી. જો કે આ કહેતીમાં ખાસ વજૂદ લાગતું નથી. કારણ કે ભગવાન મહાવીરે બિહાર અને આસપાસની ભૂમિની બહાર વિહાર કર્યો હોય તેવો કોઈ ઉલ્લેખ મળતો નથી.
પણ જૈન શાસ્ત્રોમાં આબુનો ઉલ્લેખ આવે છે. તેમાં તેનો અર્બુદાચલ અને અબુંદાગિરિના નામ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વળી શ્રુત કેવલી ભદ્રબાહુસ્વામી દ્વારા રચિત “બૃહત કલ્પસૂત્ર'માં આબુનો તીર્થ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ તેમાં સહુથી પ્રાચીન મંદિર વિમલશાહે બંધાવેલ વિમલવસહી હતું તેમ જણાવવામાં આવ્યું છે. અગાઉના મંદિરોનો ઉલ્લેખ નથી. શક્ય છે કે અગાઉના મંદિરો ધરતીકંપથી ધરાશયી થઈ ગયાં હોય. શ્રી વિમલશાહ મંત્રીને શ્રી અંબિકાદેવીની આરાધના કરવાથી ચંપકક્ષની પાસે ભૂગર્ભમાંથી આદિનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા મળી હતી. જે લગભગ ૨૫૦૦ વર્ષ પ્રાચીન હશે તેમ મનાય છે. આ હકીકત સિદ્ધ કરે છે કે અહીં પ્રાચીન કાળમાં જૈન મંદિરો હતાં.
અહીં વિમલવસહી અને લરિંગવસહી ઉપરાંત પિનલહર મંદિર, શ્રી મહાવીર ભગવાન મંદિર અને ખરતર વસહી મંદિર છે. આ બધાં જ મંદિરો એક બીજાની નજદીક છે. થોડે દૂર એક દિગમ્બર મંદિર પણ છે.
આબુનું પ્રાકૃતિક સૌંદર્ય પણ આકર્ષક છે. ટેકરી પર આવેલું અર્બુદાદેવીનું મંદિર, ગૌમુખ, (સનસેટ) યાને સૂર્યાસ્ત ટેકરી, નખી તળાવ અને પાંચ છ કિલોમીટરના અંતરે આવેલા અચલગઢનો કિલ્લો અને મંદિરો આ સૌંદર્યમાં ઉમેરો કરે છે.
અર્બુદા દેવી :- અહીં એક ટેકરી ઉપર પહાડની ગુફામાં અર્બુદાદેવીનું મંદિર છે. ગુફાની બહાર મહાદેવનું મંદિર છે. અર્બુદાદેવી આ
IS ૭૬